ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે

હિંતમનગર,
ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિકાન્ત પંડ્યા અને સભ્ય સચિવ શ્રી દિનેશ કાપડીયાની ઉપસ્થિતિમાં બિનઅનામત વર્ગના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની કલેકટર કચેરી ખાતે પરીસંવાદ યોજાયો હતો
સરકારશ્રીની યોજનાઓનો લાભ લોકોને મહત્તમ મળે અને બિનઅનામત આયોગની યોજનાઓ વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને સમાજમાં આ અંગે જાગૃતિ આવે તેમજ આ અંગે બિન અનામત વર્ગના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા રચનાત્મક સૂચનો અને રજૂઆતો કરી હતી. જે સંદર્ભે આયોગના સભ્ય સચિવ શ્રી દિનેશ કાપડીયાએ આયોગ અને નિગમની વિભાવના સ્પષ્ટ કરી બિનઅનામત આયોગની યોજનાથી માહિતગાર કર્યાં હતા.
આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઇ પંડ્યા જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં લોકોને જાણકારીના અભાવે હજી સુધી આયોગની યોજનાઓનો લાભ લઇ શક્યા નથી ત્યારે સમાજના અગેવાનો પણ આપના સ્તરેથી પ્રચાર પ્રસાર કરે જેથી જરૂરિયાતમંદ લોકો તેનો મહત્તમ લાભ લઈ શકે. જેમાં નીતિ વિષયક બાબતોને સરકારશ્રીના ધ્યાને પણ મુકવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
બિનઅનામત વર્ગના વિવિધ સમાજના અગ્રણીશ્રીઓએ યોજનાનો લાભ મહત્તમ લોકોને મળે તે માટે ટકાવારીનો માપદંડમાં ફેરફાર કરવા, વાહનોની લોનમાં સરકારશ્રી ગેરેન્ટર બને, લોન મંજૂર કરવામાં સમયમર્યાદા નક્કી કરવામાં આવે, નાની કોચિંગ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ યોજનાઓનો લાભ મળે સહિતના સકારાત્મક સૂચનો કર્યા હતાં.