મનપાના પદાધિકારીઓના મહિના જૂના ઈ-મેમો જ ભરવાના બાકી..!!

મનપાના પદાધિકારીઓના મહિના જૂના ઈ-મેમો જ ભરવાના બાકી..!!
Spread the love

રાજકોટ,

રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ ફટકારે છે, તો ક્્યારેક ટ્રાફિક નિયમોની સમજણ આપતા દેખાય છે. પણ, ક્્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં મનપાના અધિકારીઓના ઈ-મેમોની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે.

પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, ખુદ રાજકોટ મેયરનો ૧૦ મહિના પહેલાનો મેમો હજુ ભરાયો નથી. રાજકોટના મેયર બીનાબેન આચાર્યની ગાડીમાં એકવાર ૧૦૦ અને બીજીવાર ૩૦૦ એમ કુલ ૪૦૦નો મેમો ભરવાનો બાકી છે.

બીજી તરફ શાસક પક્ષના નેતા દલસુખ જાગાણીનો ૭૦૦ રૂપિયાનો ઈ-મેમો હજુ પણ ભરવાનો બાકી બોલે છે. બાકી રહેલા ઈ-મેમોની રકમ બતાવે છે કે, મનપાના પદાધિકારીઓ માટે ઈ-મેમો ભરવા બાબતે ગંભીર નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!