અદાણી ફાઉન્ડેશન દ્વારા પોષણ સપ્તાહની ઉજવણી

ભરૂચ
અદાણી ફાઉન્ડેશન દ્વારા પોષણ સપ્તાહની ઉજવણી લખીગામ તેમજ દહેજ ગામમાં કરવામાં આવી હતી. જેમા ગર્ભવતિ માતાઓ, ધાત્રિ માતાઓતેમજ કિશોરીઓ સાથે કુલ ૮૫ મહિલાઓએ ભાગ લીધેલો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર, આશા વર્કર, સુપોષણ સંગિની તેમજ દહેજ PHC નાં ANM તરુણાબેન પરમાર હાજર રહી બહેનોને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં બહેનો દ્વારા પોષણયુક્ત વાનગીઓ બનાવી તેમજ આહાર અને સ્વાસ્થય સંબંધિત સુત્રો દ્વારા પોષણ વિષે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવેલ હતો.
દહેજની કુમાર તેમજ કન્યા શાળાનાં બાળકો દ્વારા પોષણયુક્ત આહારનાં પ્રસાર માટે રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ. બાળકો દ્વારા રેલીમાં બેનર અને સુત્રોચાર કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવેલ હતો. આ રેલીમાં આશરે ૩૨૦ જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો.