બાયડમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ હજારો કાર્યકરો-સમર્થકો સાથે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું

- જમ્મુ-કાશ્મીરમાં 370 ની કલમ લાદવાનો દેશ હિતવિરુદ્ધનો નિર્ણય જવાહર નહેરુનો હતો:ગોરધન ઝડફિયા
અરવલ્લી જિલ્લામાં આજે બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ હજારો કાર્યકરો-સમર્થકો સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ જઈને ચૂંટણી ઇન્ચાર્જ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરીને બાયડ પ્રાંત કચેરીમાં ચૂટણી અધિકારીને સુપ્રત કર્યું હતું. કોંગ્રેસના 70 વર્ષના શાસન ની વાત કરતા એ સમયે જમ્મુ-કાશ્મીરમાં 370 ની કલમ લાદવાનો દેશ હિતવિરુદ્ધનો નિર્ણય કોંગ્રેસ અને તત્સમયના વડાપ્રધાન જવાહર નહેરુનો હતો એમ જણાવી સભાને સંબોધતા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.તેમણે મોદી સરકારની સિધ્ધિઓમાં ઘરેઘર ટોયલેટ, ગેસની સગડીઓ ગરીબોના ઘર સુધી પહોંચાડવા,કિસાનોની વાર્ષિક 6 હજારની રકમ ચુકવી દેવા સહિતના કામો બોલ્યા..તે કર્યું .તેમ જણાવી લોકકલ્યાણની અનેક યોજનાઓ ગણાવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ રણવી ડાભીએ સૌને આવકારી સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શામળભાઈ પટેલે કર્યું હતું.
ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ બાયડ-માલપુર તાલુકાઓ અને બાયડ શહેરના અને જિલ્લાના કાર્યકરોની પ્રદેશ ભાજપાના ઉપાઘ્યક્ષ ગોરઘનભાઈ ઝડફીયા,પ્રદેશ ભાજપાના મંત્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ પાટકર, પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ અને જિલ્લા ભાજપા પ્રમુખ રણવીસિંહ ડાભી, મહામંત્રી શામળભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને સાબરકાંઠાના ત્રણેય ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા,હિતેશભાઈ કનોડિયા અને ગજેન્દ્રસિંહ, સાબરકાંઠા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી અશોકભાઈ જોશી, ભાજપના અગ્રણી અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.સી.પટેલ, પૂર્વ મંત્રી વી.ડી.ઝાલા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્યો દિલીપસિંહ પરમાર,ભીખીબેન પરમાર, જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ,સાબરડેરીના ડિરેકટર ભીખુસિંહ પરમાર, મોડાસા પાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ, જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારોન-કાર્યકરો,ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ,અતુલભાઈ બ્રહ્મભટ્ટ, અને યુવા મોરચાના, બાયડ -માલપુર તાલુકાના ભાજપના પ્રમુખો,.મહામંત્રીઓ શામળભાઈ પટેલ, એસ.એમ.ખાંટ,ધિમંતભાઇ પટેલ અને બાયડ વિધાનસભા મત વિસ્તારના ગામેગામના સર્વે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ