સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા છોકરીઓને ચણીયા ચોલી, આભુષણો, આઈસક્રીમ અને નાસ્તાનું વિતરણ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા દાંડિયા બજાર ખાતે છોકરીઓ ને ચણીયા ચોલી, આભુષણો, આઈસક્રીમ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. નવરાત્રી મહોત્સવ ના પ્રથમ દિવસે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટનો સ્થાપના દિવસ હોવાથી ટ્રસ્ટ ના સભ્યો દ્વારા કેક કાપીને અને સેવાકિય કાર્યો કરી ઉજવવામાં આવ્યો. નવદુર્ગાના ગરબાનું આયોજન કરી ખુબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ. આ પ્રસંગે ટ્રસ્ટ ના ફાઉન્ડેશર હેમાબેન પટેલ, સુરેખાબેન, બીનાબેન, શિલ્પાબેન, લક્ષ્મીબેન, કમલભાઈ શાહ તેમજ મેમ્બર એવા સંગીતાબેન ધોરાવાલા, વૈભવી વંઝા, કૌશિકા બારીયા, જગદીશભાઈ માછી ઉપસ્થિત રહ્યા હતા.