ટેકનોલોજી અને નવીનીકરણ વિશે ગાંધીના વિચારો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એસવીઆઈટી ખાતે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેના ભાગરૂપે આ પ્રથમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના યુવાનો યુગપુરુષ મહાત્મા ગાંધી વિશે જાણે, તેમને સમજે અને તેમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે તે હેતુથી “ટેકનોલોજી અને નવીનીકરણ વિશે ગાંધીના વિચારો” પર એક વ્યાખ્યાનનુ યોજવામાં આવ્યું હતું.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટર શ્રી અશોક ચાવડા દ્વારા આ વિશે એન.એસ.એસ.યુનિટ, એસવીઆઇ.ટીના સ્વયંસેવકોને સંબોધિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. સોહિલ પંડ્યા (એચઓડી – એમસીએ ડિપાર્ટમેન્ટ) દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એનએસએસ યુનિટ દ્વારા મુખ્ય અતિથિ ડોક્ટર અશોક ચાવડા અને અન્ય મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચન માં ડૉ. અશોક ચાવડા સાહેબે જણાવ્યું હતું કે ગાંધીજી ખુબ સાદુ, સરલ એટલે કે એક મહાત્માનું જીવન જીવ્યા છે. ગાંધીજીનું માનવું હતું કે વ્યક્તિ ને તેના જીવનનિર્વાહ માટે કુદરત પાસેથી જેટલી જરૂર હોય તેને તેટલું જ લેવું જોઈએ. કુદરતની અસીમ સંપત્તિ પર દરેક જીવનો અધિકાર છે તેને નુકસાન પહોંચાડવાનું કે તેનો દુરુપયોગ કરવાનો કોઈને અધિકાર નથી. ગાંધીજી ટેકનોલોજી અને નવીનીકરણની સાથે સાથે વિદેશી ચીજ-વસ્તુઓના ઉપયોગનો આગ્રહ રાખતા હતા.
જેથી દરેક નાગરિકને પોતાના જીવનનિર્વાહ માટે, આજીવિકા માટે કામકાજ મળી રહે અને દરેક વ્યક્તિને રોજગારી મળી રહે. આ પ્રસંગે એસ.વી. આઇ.ટી. ના આચાર્ય ડૉ. એસ.ડી. ટોલીવાલ સર એ વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવનની સંઘર્ષની વાતો કરી હતી અને સંઘર્ષ કરી તેઓ કેવી રીતે આગળ આવ્યા તેની માહિતી આપી હતી તથા ગાંધીજીના માર્ગે ચાલવાની સલાહ આપી હતી. આ ક્ષણો ને સદાય યાદગાર રાખવા માટે એન.એસ.એસ. યુનિટ ના સ્વયંસેવકો સાથે કોલેજ કેમ્પસ માં ડૉ. અશોક ચાવડાના હસ્તે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના સ્વયંસેવક રવિ દવે દ્વારા પ્રોગ્રામ ઓફિસર શ્રી વિકાસ અગ્રવાલની દેખરેખમાં કરવામાં આવ્યું હતું. એસવીઆઇટી વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.