સાબરકાંઠા અરવલ્લી પત્રકાર પરીષદની મિટિંગ યોજાઈ

સાબરકાંઠા અરવલ્લી પત્રકાર પરીષદની મિટિંગ યોજાઈ
Spread the love
સંગઠન શક્તિ મહાન શક્તિ છે

તાજેતર મા તારીખ ૨૯/૦૯/૨૦૧૯ ને રવિવાર ના રોજ સાબરકાંઠા ના હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ હોટેલ વે વેઇટ મા સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લા ના પત્રકારો ની જનરલ સભા વરિષ્ઠ પત્રકાર શફિભાઈ મન્સૂરી અદયક્ષ સ્થાને મળી હતી જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લા પત્રકાર પરિષદ ની રચના કરવા મા આવી…. સભાની શરૂઆત રાષ્ટ્ર ગાનથી કરવા મા આવી હતી અને સભામા ઉપસ્થિત સહુ પત્રકારો ને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના પ્રભારી સંજયભાઈ દીક્ષિત અને પ્રમુખ અલ્તાફભાઈ લુહાર દ્વારા પત્રકાર મિત્રો નો સવાગત કરી પત્રકાર પરિષદ ની માહીતી આપી હતી..

આ પ્રશંગે સાબરકાંઠા પત્રકાર પરિષદ મા અરવલ્લી ના પત્રકારો ને જોડી સાબરકાંઠા અરવલ્લી પત્રકાર પરિષદ નામ રાખવાનું ઠરાવવા મા આવ્યું હતું અને જૂની કારોબારી સમિતિ મા ફેરફાર કરવા મા આવ્યું હતું જેમા  પ્રભારી તરીકે સંજયભાઈ દીક્ષિત , પ્રમુખ અલતાફભાઈ લુહાર, મહામંત્રી કિરણભાઈ મલેશિયા, ઉપ પ્રમુખ (૧) મનોજકુમાર રાવલ ધનસુરા, (૨) શ્રી રાજ  ચાવડા ઇડર, (૩) રમેશભાઈ પટેલ વડાલી, (૪) મુકેશભાઈ પ્રજાપતિ ટીંટોઇ તેમજ સહ મંત્રીઓ (૧)મુનિરભાઈ મન્સૂરી હિંમતનગર, (૨)કુંજન કુમાર દીક્ષિત ખેડભહ્મા,  (૩) આદમ અનિસ મોડાસા,  (૪) જય સુરતી ઇડર, ઇ ઓડિટર હુસેનશાહ દીવાન હિંમતનગર, લીગલ એડવાઇજર વારીસઅલી સૈયદ હિંમતનગર, તેમજ પત્રકાર પરિષદ ના સલાહ કાર સફી ભાઈ મન્સૂરી, રાજકમલ સિંહ પરમાર, હરુણભાઈ મન્સૂરી, ગોવિંદભાઇ ખરાડી, સાહિલ ભાઈ મેમણ ની સર્વાનુમતે વરની કરવા મા આવી હતી.

 

રીપોર્ટ : મનોજ રાવલ, ધનસુરા

Admin

Admin

9909969099
Right Click Disabled!