શામળાજીની કે. આર. કટારા કૉલેજમાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
શ્રી કલજીભાઈ આર.આર્ટ્સ કૉલેજ શામળાજીમાં પ્રિન્સિપાલ ડૉ. અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી શાખાના સહયોગથી કૉલેજના એન.એસ.એસ યુનિટના દ્વારા થેલેસેમિયા ચેકઅપ કેમ્પ યોજાયેલ.જેને સફળ બનાવવા મોડાસા શાખના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી ભરતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.ભરત પટેલ, ડૉ જાગૃતિ પટેલ તથા પૂર્વ પ્રોગ્રામ ઓફીસર ડો. વી.કે.ગાવીત દ્વારા કરવામાં આવ્યું હતું.