પડધરીની શાંતિનિકેતન સોસાયટીમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રિની ઉજવણી

નવરાત્રી એટલે માતાજીની ઉપાસના અને ગરબા નું અનેરું મહત્વ અને એમાંય સૌરાષ્ટ્ર ની વાત આવે એટલે વાત જ ના થાય. રાજકોટ જિલ્લાના પડધરીની શાંતિનિકેતન સોસાયટીમાં છેલ્લાં પાંચ વર્ષથી શાંતિનિકેતન ગરબી મંડળ દ્વારા ખુબજ સારી રીતે આયોજન થાય છે સોસાયટીની નાની અને મોટી દીકરીઓ દ્વારા માતાજીના ગરબા રમી ને માતાજી ની નવરાત્રી ની ઉપાસના થાય છે. આ નવરાત્રીનું આખું આયોજન શાંતિનિકેતન ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે જેમાં વડીલો ના આશીર્વાદ અને યુવાનોની મહેનતના કારણે આ આયોજન ખુબજ રીતે ઉજવવામાં આવે છે.
રિપોર્ટ : મનોજ રાવલ, ધનસુરા