વડોદરામાં ગાંધીજી તેમજ ગાંધીજીના પ્રવાસન સ્થળોને આધારિત પ્રદર્શન

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પર્યટન પર્વનું આયોજન
વડોદરા
ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે ૧૫૦મી મહાત્મા ગાંધી જન્મજયંતી થીમ પર વિવિધ રાજયોમાં પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨ થી તા.૧૩ ઓકટોબર-૨૦૧૯ સુધી યોજાનાર આ પર્વના ભાગરૂપે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા પણ મુલાકાતીઓની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળ પર પ્રદર્શનનું આયોજન કર્યુ છે. ગુજરાત ટુરિઝમ વડોદરા દ્વારા નર્મદા ભવન, સી-બ્લોક પાસેના ગ્રાઉન્ડ ફ્લોર પર તા.૨ થી તા.૧૩ ઓકટોબર-૨૦૧૯ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૭ સુધી ગાંધીજી તેમજ ગાંધીજીના પ્રવાસન સ્થળોને આધારિત પ્રદર્શન યોજાશે. વડોદરાના નગરજનો અને આજુબાજુના વિસ્તારના લોકોને આ પ્રદર્શન નિહાળવા ગુજરાત ટુરિઝમ વડોદરાએ આમંત્રણ પાઠવ્યું છે.