અંબાજી મંદિરના શસ્ત્રોની પુજા સમીના વૃક્ષ નીચે કરવામાં આવી

અંબાજી મંદિરના શસ્ત્રોની પુજા સમીના વૃક્ષ નીચે કરવામાં આવી
Spread the love

શક્તિ, ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને દેશનું સૌથી મોટુ શક્તિપીઠ છે. આ ધામ અરાવલીના પહાડો પર વસેલું છે અંબાજી ધામમા નવરાત્રી પર્વ તાજેતરમા પૂર્ણ થયો છે આજે આખા દેશમા વિજ્યા દશમીનો પર્વ ભારે ધુમ ધામથી ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે અંબાજી શક્તિપીઠમાં દશેરાના પર્વ ને લઈને ભક્તો મોટી સંખ્યામાં અંબાજી આવ્યા હતા.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ  હસ્તકના અંબાજી મંદિરના શસ્ત્રોની પુજા પણ આજે માનસરોવર ખાતે આવેલા સમીના વૃક્ષ નીચે કરવામાં આવી હતી. અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિરના અધિકારીગણની વિશેષ હાજરીમા આ મહાપુજા સમીના વૃક્ષ નીચે પ્રાચીન કાળ થી કરાય છે આજે સાંજે અંબાજી મંદિરના 7 નંબર ગેટથી મંદિર સ્ટાફ, સુરક્ષા કર્મીઓ  અને મહારાજ માનસરોવર ખાતે ગયા હતા ત્યા સમીના વૃક્ષ નીચે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી આ પુજા કરાઈ હતી.

આજે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયભાઈ ઠાકર, બાંધકામ નાયબ ઈન્જીનીયર આર. કે. મેવાડા, અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર હરદાસ ભાઈ પરમાર, ગાદીના મહારાજ, મંદિરના સુરક્ષા કર્મીઓ અને જીઆઇએસએફએસના ગાર્ડ આજે આ પુજામા જોડાયા હતા, આજે અંબાજી મંદિરના શસ્ત્રો બંદુક તેમજ અન્ય વેપન જેવા હથીયારોની પુજા આજે સમીના વૃક્ષ નીચે કરવામા આવી હતી, સમીના વૃક્ષને ચૂંદડી પહૅરાવી આરતી કરી આ પુજા પૂર્ણ થઇ હતી આ વિધિ સૂર્ય આથમતી વખતે થાય છે.

: અંબાજી પોલીસ સ્ટેશન મા પણ સમી પુજા કરવામાં આવી :

આજે અંબાજી પોલીસ સ્ટેશન મા પણ વિદ્વાન પંડિતો ની હાજરી મા અંબાજી પીઆઇ કે એસ ચૌધરી ની અધ્યક્ષસ્થાને આ શસ્ત્ર પુજા કરાઈ હતી અંબાજી પોલીસ ના શસ્ત્રો પણ આ પુજા મા મુકવામાં આવ્યા હતા અને આ વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી કરાઈ હતી અંબાજી પોલીસ મથક ના તમામ કર્મીઓ પણ આ વિધીમાં જોડાયા હતા.

 

અમિત પટેલ, અંબાજી

Amit Patel

Amit Patel

Right Click Disabled!