ધાનેરા માં કિશાન સંઘે આવેદનપત્ર આપી ખેડૂતો વળતર આપવા મંગની કરી

ધાનેરા માં કિશાન સંઘ ધ્વરા ખેડૂતો ના પાક નિષ્ફળ ને લઇ આવેદનપત્ર આપી ખેડૂતો વળતર આપવા માટે માંગણી કરી છે. ધાનેરા વિસ્તાર ના ખેડૂતો છેલ્લા 4 વર્ષ થી ખેતી માં નુકશાન કરી રહ્યા છે 2015 અને 2017 માં પૂર ને લઇ ખેડૂતો નો પાક નિષ્ફળ ગયો હતો તો 2016 અને 2018 માં પૂરતા પ્રમાણ માં વરસાદ ન પડતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતીઃ તો ચાલુ વર્ષે પાછોતરા વરસાદ ને લઇ ખેડૂતો ના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવા પામ્યો છે ત્યારે આજે કિશાન સંઘ ધાનેરા ધ્વરા ધાનેરા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી ખેડૂતો ને સહાય આપવા માટે મંગની કરી છે.