અમદાવાદ : ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર સમાજના મહાનુભાવોનુ સન્માન

કરોડો પાટીદારોના તિર્થસ્તાન સમાન ઉંઝા ખાતે આગામી તા ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત પાટીદારોના દરેક સમાજના અગ્રણિઓ અને કાર્યકર્તા ઓનું ખાસ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલ, મા ઉમિયા માતાજી સંસંથાનના પુજ્ય મણિભાઈ મમ્મી, મહામંત્રી દિલિપ નેતાજી સહિતના અગ્રણિઓ હાજર રહ્ય્ હતા.
અમદાવાદના એસજી રોડ પર ના ઉમિયા કેમ્પસ ખાતે શરદપુમની રાત્રે ભવ્યાતિભવ્ય ગરબા મહોત્સવ ઉજવાશે. જે અંતર્ગત ઉમિયા કેમ્પસ ખાતે પાટીદારોના દરેક સમાજના અગ્રણિઓ અને કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. અા પ્રસંગે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે લક્ષચંડી મહોત્સવ માત્ર પાટીદાર સમાજ સુધી સિમિત નથી, દર્ક જાતી અને સમાજના શ્રધ્ધાળુઓ મહાયજ્ઞ મહોત્સવ માં ભાગ લેવા ઉત્સાહ દર્શાવી રહ્યા છે. આ પ્રસંગે વેરાવળના ખારવા સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ સહિતના શ્રદ્ધાળુઓ એ ૧૧ હજારના પાટલા નોંધાવ્યા છે. ઉપરાંત ઘેર ઘેર દિવાની હુંડી પણ લઈ રહ્યા છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ બાદ પાટીદાર સમાજ વિશ્વમાં શક્તિશાળી સમાજ તરીકે પ્રસ્થાપિત થશે. શરદપુમની રાત્રે યોજાનાર ગરબા મહોત્સવ માં ૨૦ હજારથી પણ વધારે પાટીદાર ભાઈ બહેનો ભાગ લેશે. જ્યાં ૧૧ હજાર ૧૧૧ દિવાની આરતિ ઉતારવામાં આવશે. પાટીદાર સમાજની યુવા પેઢીને તૈયાર કરવા માટે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માં ૩૦ હજારથી વધારે યુવાનો સક્રિય સેવા કાર્ય કરશે. અમેરિકા, કેનેડા, બ્રીટન, કેનેડા અને ઓસ્ટ્રેલીયા સહિતના દેશોમાં રહેતા દરેક હિન્દુ ધર્મના અનુયાયીઓ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.