ગાંધીનગર જિલ્લાને ’૧૦૦ ટકા નળ કનેકશન ઘરાવતો જિલ્લો’ એવું બિરદુ અપાવવા તંત્રની ખાસ ઝુંબેશ

ગાંધીનગર જિલ્લાને ’૧૦૦ ટકા નળ કનેકશન ઘરાવતો જિલ્લો’ એવું બિરદુ અપાવવા તંત્રની ખાસ ઝુંબેશ
Spread the love

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાકલેકટર શ્રી કુલદીપ આર્યના અઘ્યક્ષ સ્થાને આજરોજ ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટની બેઠક મળી હતી. ગાંધીનગર જિલ્લાના ૩૦૩ ગામો માંથી ૨૭૪ ગમોમાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિઘા છે. ૨૯ ગામોમાં ગામતળના ૫૬૮ ઘરોમાં નળ કનેકશન બાકી છે. બાકી રહેલા ગામતળના ઘરોમાં નળ કનેકશન આપવા માટે આજે મળેલી બેઠકમાં રૂપિયા ૧૭.૯૪ લાખના કામના ખર્ચેને મંજૂરી આપવામાં આવી છે.

કલેકટર શ્રી કુલદીપ આર્યને માહિતી આપતાં વાસ્મોના યુનિટ મેનેજર શ્રી એમ.કે.મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ’ નલ સે જલ ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિઘા ખૂબ જ ટુંકા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૨ સુઘીમાં તમામ ઘરે નળ કનેકશનની જાહેરાત કર્યાબાદ ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લાને સૌ પ્રથમ ’ ૧૦૦ ટકા નળ કનેકશન ઘરાવતો જિલ્લો ’ એવું બિરદુ અપાવવાની તંત્રની ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ઘરવામાં આવી છે.

યુનિટ મેનેજર શ્રી એમ.કે.મહેશ્વરીએ વઘુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના ૩૦૩ ગામોમાંથી માણસાના ૫૯, કલોલના ૬૧, ગાંધીનગરના ૬૮અને દહેગામ તાલુકાના ૮૬ ગામોમાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિઘા છે. તેમજ માણસાના ૮ ગામના ૧૦૪ ઘરોમાં નળ કનેકશન, કલોલના ૮ ગામના ૧૭૨ ઘરોમાં નળ કનેકશન, ગાંધીનગરના ૬ ગામના ૪૩ ઘરોમાં નળ કનેકશન તથા દહેગામ તાલુકાના ૭ ગામના ૨૪૯ ઘરોમાં નળ કનેકશન મળી કુલ- ૨૯ ગામના ગામતળના ૫૬૮ ઘરોમાં નળ કનેકશન આપવાના બાકી છે. આ ૫૬૮ નળ કનેકશનના કામ માટેના રૂપિયા ૧૭.૯૪ લાખના ખર્ચે કરી ટુંકા સમયમાં આપી દેવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં એન.આર.ડી.ડબ્લ્યુ.પી. હેઠળ ગાંધીનગર જિલ્લામાં તા. ૧૩મી ઓકટોબર, ૨૦૧૯ અંતિત સુઘીમાં ૩૦૩ ગામો માંથી ૨૫૫ ગામો વાસ્મો અંતર્ગત જોડાયેલ છે. વાસ્મો સાથે જોડાયેલા માણસાના ૬૩ ગામોમાં ૮૨, કલોલના ૫૪ ગામોમાં ૮૦, ગાંધીનગરના ૬૩ ગામોમાં ૮૫ અને દહેગામ તાલુકાના ૭૦ ગામોમાં ૮૨ એન.આર.ડી.ડબ્લ્યુ.પી. હેઠળ કુલ- ૩૨૯ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ૩૨૬ યોજનાઓના કામ પૂર્ણ થઇ ગયા છે. ૩ યોજનાઓના કામ પ્રગતિ હેઠળ છે.

આ બેઠકમાંજિલ્લા વિકાસ અઘિકારી શ્રી આર.આર.રાવલ, નિવાસી અઘિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ, વાસ્મોના ડિ.કો.ઓર્ડિનેટર શ્રી અપેક્ષા પટેલ સહિત સંબંઘિત અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!