વિશ્વ માનસિક આરોગ્ય દિન અંતર્ગત આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય જાગૃતિ સેમિનાર

સુરેન્દ્રનગર,
વિશ્વ માનસિક આરોગ્ય દિન અંતર્ગત રાજસોભાગ સત્સંગ મંડળ સંચાલિત આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર ખાતે તાજેતરમાં માનસિક બિમાર વ્યકિતઓ અને વાલીઓને માર્ગદર્શન અંગે માનસિક બિમાર વ્યકિતઓના આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો હતો. સંસ્થાના કાર્યકરો અને ડાયરેકટરશ્રી આર.એસ. જાદવ દ્વારા આવા વ્યકિતઓને દવા નિયમિત લેવી તેની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો અને અંધશ્રધ્ધાથી દુર રહીને તેને સારવાર કરવાથી સારૂ થઈ શકે છે તેવી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ ગુજરાત રાજય દ્વારા માનસિક બિમાર વ્યકિતઓનો સર્વે કરીને તેમને સલાહ સુચન અને દવા આપવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. હાલ વઢવાણ અને ચોટીલા તાલુકામાં આ કાર્યક્રમ ચાલી રહયો હોવાનું આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટના ડાયરેકટરશ્રી આર.એસ.જાદવએ વધુમાં જણાવ્યું છે.