ગાંધીનગર ના યુવાન શ્રી દિવ્ય ત્રિવેદીને ગાંધી સ્મૃતિ ચિન્હ અવૉર્ડ મળ્યો

“સંકલ્પ ફોર ખાદી” નવી દિલ્હી દ્વારા રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ગાંધીજીની ૧૫૦મી જયંતિ નીમીત્તે આયોજિત ખાદીના પ્રચાર પ્રસાર માટે યોજાયેલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાદીમાંથી બનાવેલ વસ્ત્રોનો ફેશન શો, ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય લેવલે વિવિધ જાણીતી હસ્તીઓને પોતાના કાર્યક્ષેત્રમાં કરેલ વિશિષ્ઠ સિદ્ધિ બદલ સન્માનિત કરાયા હતા.
જેમાં ગાંધીનગર નો યુવાન અને નાની ઉંમરમાં સમાજસેવા અને યુવા ઉત્થાન ક્ષેત્રમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા માટે શ્રી દિવ્ય ત્રિવેદીનું સન્માન ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી અને શ્રમિક રોજગાર કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી સુનિલ ભરાલાજી, ગાંધીનગરના ડેપ્યુટી મેયર શ્રી નાજાભાઇ ઘાંઘર, પ્રદેશ ભાજપના વરિષ્ઠ આગેવાન અને પ્રવક્તા ર્ડો અનિલ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં એવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિવ્ય ત્રિવેદી તમામ એવૉર્ડ વિનરમાંથી સૌથી યુવા વયની સિદ્ધિ ધરાવે છે. સંકલ્પ ફોર ખાદી સંસ્થા પ્રધાનમન્ત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાન ધરાવતી ખાદી સ્મૃતિ અને દર્શન સમિતિ, ભારત સરકાર અને ભારત સરકારની વસ્ત્ર મંત્રાલય દ્વારા એકમાત્ર અધિકૃત સંસ્થા છે. સંસ્થના અઘ્યક્ષ શ્રી પરિધિ શર્મા એ દિવ્ય ત્રિવેદીને અભિનંદન આપ્યા હતા.