કડીના રોડ-રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં

કડીના રોડ-રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં
Spread the love

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન રેકોર્ડ તોડ વરસાદ વરસ્યો હતો જેમાં મહેસાણા જિલ્લામાં તેમજ કડી શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા જેના કારણે ચોમાસા દરમ્યાન વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ વરસાદ બંધ થતાની સાથે કડી નગરપાલિકા એક્શન મોડમાં આવી ગયી છે. કડી નગરપાલિકાના પ્રમુખ શારદાબેન પટેલ, ઉપ પ્રમુખ નિલેશભાઈ નાયક અને ચીફ ઓફિસર નરેશભાઈ પટેલની સૂચનાથી નગર પાલિકાના ઇજનેર પરમાર અને તેમના સ્ટાફ દ્વારા કડી શહેરના રસ્તાઓનો સર્વે કરી તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં શહેરના ભીમનાથ સ્મશાન થી વડવાળા હનુમાન મંદિર, નાયકવાસની આંગણવાડી પાસે,ટાઉનહોલ પાસે,ગોકુલધામ સોસાયટી થી શક્તિમાતાના મંદિર સુધી, ધરટીસીટીથી સુજાતપુરા રેલવે ક્રોસિંગ ફાટક સુધી,ભાગ્યોદય હોસ્પિટલથી રેલવેસ્ટેશન સુધી,ગુરુદેવનગર રીંગરોડ, થોળ રોડ અંડરબ્રિજ થી કરણનગર ફાટક સુધીના ચોમાસા દરમ્યાન તૂટેલા રસ્તાઓ મરામતની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો તેમજ નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!