રાજપીપળાની જનતાને દિવાળી પછી ટૂંક સમયમાં નવા આરસી ફોરલેન રસ્તાની ભેટ મળશે

- વડીયા જકાતનાકાથી રાજપીપળા સંતોષ ચાર રસ્તા થી પોઈચા સુધી ૭૫ કરોડના ખર્ચે ફોરલેન રોડ બનશે, –
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે ફોરેન રસ્તાની સુવિધા.
- રસ્તાને પહોળો કરવા નડતા વૃક્ષો મોટી સંખ્યામાં કપાશે.
- ફોર લેન રોડ પહોળો કરવા ગેરકાયદે દબાણોનો સફાયો થશે વેપારીઓની દુકાનો, ઓટલા પણ જશે.
નર્મદા જિલ્લો એસ્પિરીડેશન જીલ્લો હોવાથી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લાખો ની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે સારા રસ્તાની સુવિધા મળે તે માટે ફોર લેન રોડ ગયા વર્ષે અંકલેશ્વર થી કેવડીયા સુધી બનાવવામાં આવ્યો હતો. પણ વડીયા જગાતનાકા થી પોઈચા સુધીનો રોડને પહોળો કરી ફોરલેન બનવાનો માર્ગ મકાન વિભાગે મંજૂર કર્યા છે,જેમા રાજપીપલા સિટી નો રોડ આરસીસીબનશે . માર્ગમકાન કાર્યપાલ ઈજનેર વર્તુળોના જણાવ્યા અનુસાર દિલ્હી પીએમઓ માંથી આ રોડ મંજુર થયેલ હોય ૭૫ કરોડ માટે ખર્ચાશે જેને દિવાળી પછી ટૂંક સમયમાં ચાલુ કરી દેવાશે અને મે જૂન સુધીમાં પૂર્ણ કરી દેવાશે.
જોકે આ માટે રોડ ની આજુબાજુ લાગેલા નડતર વૃક્ષો કાપવા પડશે, જેમાં માટે વન વિભાગની પરવાની મેળવવામાં આવશે, વૃક્ષો કાપવાની પરવાનગી મળે થી રોડ ની આજુબાજુ વૃક્ષોનો ખાતો બોલાવી દેવાશે એટલું જ નહીં રસ્તો પહોળો કરવા આજુબાજુના સરકારને જામીન માંગ્યા ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડશે જેમાં ઘણી દુકાનો, ગેરકાયદે ઓટલા પણ જશે તેવી પણ શક્યતાઓ નિર્દેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડીયા જકાતનાકા થી પોઈચા સુધીનો રોડ દર વર્ષે વરસાદમાં ધોવાઇ જતો હોય, અને દર વર્ષે લાખોનો ખર્ચે ગાબડા પુરવા સમારકામ થતો હતો. આ વર્ષે સૌથી વધારે ભારે વરસાદ પડતાં રાજપીપળા મહાવિદ્યાલય થી સંતોષ ચાર રસ્તા હરસિધ્ધિ માતા મંદિર બેકરોડ સદંતર ધોવાઇ ગયો હતો. જેને હમણાં જ ફરીથી ડામર, કપચી નું લેયર લગાડી રોલર ફેરવાયું હતું. હવે આ રોડને કાયમી ધોરણે મજબૂત બનાવી પાકો આરસીસી ફોરલેન બનાવી દેવાશે તેનાથી સ્ટેચ્યુના પ્રવાસીઓ તેમજ વાહન ચાલકો મોટી રાહતો રૂપ બનશે. પ્રવાસીઓનો સમય બચશે અને વાહનોને થતું નુકસાન પણ અટકશે, જેનાથી રાજપીપળાની જનતામાં અને પ્રવાસીઓમાં આનંદની લાગણી જન્મી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા