નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો સુધી હજુ વિકાસ પહોંચ્યો નથી

- આઝાદીના ૭૦ વષૅ બાદ પણ ડામર પથરાયો નથી,એવા જજૅરીત માગૉનું નિરીક્ષણ સાંસદે કયુૅ
- પહાડી-પથરાળ માગૉ પરથી વાહન લઇને પસાર થવું અતી કઠીન : આ ગામના લોકોને સરકારી બસ આજદિન સુધી નસીબ થઇ નથી,
- નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો સુધી હજુ વિકાસ પહોંચ્યો નથી.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના કોલીયાપાડા,વણખુટા અને પાડા ગામને જોડતા જજૅરીત રસ્તાઓથી ગરીબ પ્રજા હેરાનપરેશાન થઇ ગઇ છે, આઝાદીના ૭૦ વષૅ પછી પણ પછાત આદિવાસી ગામડાઓના કાચા રસ્તા પર હજુ સુધી ડામર પથરાયો નથી, તેવા સંજોગોમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અંતરિયાળ ગામડાઓની મુલાકાત પગપાળા અને મોટરસાઈકલ ઉપર સવારી કરીને રસ્તાઓ બાબતે માહિતી મેળવી પડી છે, નેત્રંગ તાલુકામાં સમાવેશ કરવામાં આવેલા નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામથી પુવૅ દિશા તરફ જંગલ વિસ્તારમાં દસથી પંદર કિમી દુરના અંતરે આવેલ વણખુટા, પાડા, કોયલાપાડાને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે, જૅ રીત રસ્તાની ભારે મગજમારીને લઇને પ્રજાને ભારે મુસીબતનો રોડ ડામરનો પાકો નહીં બનાવાતા લોકો પરેસાની વેઠી રહ્યા છે, નેત્રંગ તાલુકા મથકે રોંજિંદો વ્યવહાર હોવાના કારણે કોયલાપાડા,પાડાથી આવવા માટે ભાગ્યે. જ ઘરે આંગણેથી કોઇ વાહન પ્રાપ્ત થાય છે, ચોમાસાની સિઝનમાં રસ્તાને લઇને તકલીફોનો સામનો કરવો ભારે પડી જાય છે. જ્યારે બીજી બાજુએ નેત્રંગના અંતરિયાળ વિસ્તારના ગામોના રહીશોને રસ્તાઓની સુવિધા ન હોવાના આજદિન સુધી સરકારીી બસ નસીબ થઇ નથી,આરોગ્યલક્ષી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પણ રસ્તાને લઇને પ્રાપ્ત થઇ નથી, ટેલિફોનના કોઇ ટાવર નહીં હોવાના કારણે ફોનની સુવિધાઓ મળી નથી, તેવા સંજોગોમાં સાંસદ મનસુખભાઈ વસાવા ગ્રામજનોની સમસ્યાઓને ધ્યાન પર લઇને ગામોની મુલાકાત લીધી હતી, જજૅરીત રસ્તાના કારણે પોતાની ગાડી સાઇટ ઉપર મુકીને પગપાળા અને મોટરસાઈકલ ઉપર જવાની ફરજ પહોંચી હતી,જ્યારે વિકાસથી વંચિત રહી ગયેલા ગામોના રહીશોને પોતાની મુળભુત સમસ્યાઓ બાબતે સાંસદને વાકેફ કયૉ હતા,જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ આ બાબતે રાજ્ય સરકારમાં રજુઆત કરીશ તેવું આશ્વાસન આપ્યું હતું.
ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ