કડીમાં લુટારુઓ ફરી સક્રિય : વામજનો વેપારી લૂંટાયો

વામજ થી કડી બેંકમાં રોકડ રકમ ભરવા આવતો વેપારી લૂંટાયો કડી તાલુકાનાં વામજ ગામમાં કરિયાણાનો વેપાર કરતો વેપારી પોતાનું એક્ટિવા લઈ કડી છ્ત્રાલ રોડ ઉપર આવેલી એસબીઆઇ બેંકમાં 1.90 લાખ જેટલી રોકડ રકમ લઈ સોમવારના રોજ બપોરના સમયે ભરવા જતાં વામજ ત્રણ રસ્તા થી આગળ એક્ટિવા ને ટીકેકેઆર મારી પાડી દઈ 1.90 લાખ જેટલી રોકડ રકમ ,ગળામાં ફેરેલો ત્રણ તોલનો સોનાનો દોરો કિમત 45,000 તથા આઇફોન એસ 6 કંપનીનો મોબાઈલ કી.30000 મળી કુલ 2,65,000 ની લૂંટ કરી અજાણ્યા શખ્સો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. કડી તાલુકાનાં વાંજ ગામના રહેવાસી આશિષ જીવનભાઈ પટેલ ગામમાં ખોડિયાર કિરાણા સ્ટોર્સ નામની કરિયાના ની દુકાન ચલાવે છે જેમાં તેમના પિતા જીવનભાઈ ગાંડાલાલ તેમને સાથ આપે છે.
આશીષભાઇ છેલ્લા ચાર માસ થી દરરોજ વામજ ગામમાં આવેલી કે.બી.પ્રોડક્ટસ નામની ડેરીમાથી રોકડ રકમ લઈ કડી છાત્રાલ રોડ ઉપર આવેલી એસ.બી.આઈ બેંકમાં ભરવા જાય છે.સોમવાર ના રોજ રોજીંદી રીતે તેમણે કે.બી.પ્રોડક્ટ નામની ડેરીમાથી ૧.૯૦,૦૦૦,રોકડ રકમ પોતાના એક્ટિવા ની ડેકીમાં મૂકી આશરે બપોરના બે વાગ્યા આસપાસ વામજ નીકળ્યા ત્યારે વામજ ત્રણ રસ્તા પાસે પાસે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ગાડી પડેલ હતી જે વામજ કરણનગર રોડ ઉપર પહોચતા આગળ આવી ને એકાએક ઊભી રહી હતી.
જેથી ફરિયાદી એક્ટિવા સાથે પડી જતાં ગાડીમાં બેઠેલા ઇસમો એ તેમને પકડીને ગાડીમાં લાવી લૂંટારુઓ એ છરી બતાવી ધાકધમકી આપી એક્ટિવા ડેકીમાથી રોકડ રકમ ઉપરાંત ફરિયાદીએ ગળામાં પહેરેલો સોનાનો ત્રણ તોલનો દોરો તેમજ આઇફોન કંપનીનો મોબાઈલ લૂંટી લઈ તેમને ગાડી માથી બહાર ફેકી દઈ ચાર લૂંટારુઓ કરણનગર ગામ બાજુ નાસી ગયા હતા. ત્યારબાદ ફરિયાદી એ ઘટના સ્થળ થી થોડે દૂર આવેલા ઑ.એન.જી.સી. ના પોઈન્ટ ઉપર રહેલા સિક્યુરિટી ગાર્ડના મોબાઈલ ઉપરથી તેમના ભાઈ હિતેશભાઈ ને જાણ કરી હતી. કડી પોલીસે લૂંટનો ગુનો નોધી અજાણ્યા ચાર ઇસમો વિરુદ્ધ ને પ્ક્દ્વ ચક્રો ગતિમાન કર્યા છે.