અંબાજીમાં બસ સ્ટેન્ડથી શક્તિ દ્વાર સુધીના વિસ્તારમાં દર્શન પથ પાસે લારી-પાથરણાવાળા ગરીબ વેપારીઓને દિવાળી પર્વ પહેલા હટાવતા ઘર ચલાવવામાં ફાંફા

અંબાજીમાં બસ સ્ટેન્ડથી શક્તિ દ્વાર સુધીના વિસ્તારમાં દર્શન પથ પાસે લારી-પાથરણાવાળા ગરીબ વેપારીઓને દિવાળી પર્વ પહેલા હટાવતા ઘર ચલાવવામાં ફાંફા
Spread the love

અંબાજી ગામની સૌથી મોટી સમસ્યા યે છે કે કોઈ શાંતિ થી વેપાર કરી ઘરનુ ગુજરાન ચલાવતા હોય તો કેટલાક માથા ભારે તત્વો આવા ગરીબો ને હટાવવા માટે પોલિટિકલ ગેમ કરી ગરીબો ના પેટ ઉપર પાટુ મારતા હોય છે , અંબાજી ગામમાં ભાજપ ભાજપના ઝગડામા ગરીબોના વેપાર છીનવાય જાય તે ઘણી ગંભીર બાબત છે, એક બાજુ નરેન્દ્ર મોદી ગરીબોના હિતની વાત કરે છે તો બીજી તરફ આજ ધામ ના કેટલાક માથા ભારે તત્વો આવા ગરીબો ને હટાવવા માટે પોલિટિકલ ગેમો રમી નારદ મુનિ નું કામ કરી રહ્યા છે અંબાજી ની જનતા યે આવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે

ગઈ કાલે અંબાજી મંદિર પાસે આવેલા ભોજનાલય પાસે થી પસાર થતા દર્શન પથ પાસે લારી અને રસ્તા  પર પાથરણા પાથરી ને વેપાર કરી ને પોતાનો ગુજરાન ચલાવતા નાના વેપારીઓ ને કોઈ પણ જાત ની આગોતરા જાણ કર્યા વગર હટાવામાં આવ્યા છે.  જે બાબત અંગે કોઈ પણ પ્રકાર ની સ્પષ્ટ તા કરવામાં આવેલ નથી.તેમજ કોણે હુકમ કર્યો કે પછી કોણ કહેવાથી આં બધું કરવા માં આવ્યું તે અંગે મંદિર કે અન્ય કોઈ વિભાગ કોઈ માહિતી આપતું નથી. ગરીબ લોકો જે રસ્તા પર લારી ગલ્લા ઉભા કરીને પોતાનો ગુજરાન ચલાવતા હોય છે.તેમને આં રીતે ખસેડી ને હટાવી દેવામાં આવ્યા છે અને દર્શન પથ ની બંને તરફ જાળીઓ બાંધવામાં આવી છે કે જેથી કરી ને કોઈ ત્યાં પાથરણા પાથરીને કે લારી ઉ ભી ના કરી શકે.

આં બાબત અંગે નાનાં વેપારીઓ માં રોષ જોવા મળી રહ્યો છે .અગાઉ પણ દબાણ હટાવવાની ઝુંબેશ વખતે પણ મહિનાઓ સુધી નાનાં વેપારીઓ ને હટાવી દેવામાં આવ્યા હતા અને આં વખતે જ્યારે દિવાળી નો તહેવાર નજીક ના દિવસો માં આવી રહ્યો છે ત્યારે ફરી વાર આવા નાના વેપારીઓને હેરાન પરેશાન કરી ને તેમની રોજી છીનવી લેવાનો પ્રયત્ન કરવા માં આવ્યો છે .આં બધા બનાવ પાછળ ક્યાં અધિકારી કે ક્યાં વ્યક્તિ નું આયોજન છે તે હજુ સુધી સ્પ સ્ટ થયું નથી.જે બાબતે નાના વેપારીઓ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ને પત્ર લખી ને માહિતી માંગવામાં આવી છે

Amit Patel

Amit Patel

Right Click Disabled!