ડાંગ જિલ્લામાં અચાનક વરસાદી છાંટા પડતાં આદિવાસી ખેડુતોને ઉભા સુકા, કાપેલા ડાંગર અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા માં ચાલુ વર્ષ દરમિયાન 119 ઇંચ વરસાદ વરસ્યા બાદ ચોમાસુ ખેતી પર નભતા આદિવાસી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી પણ હાલ ચોમાસા ના વિરામ બાદ પણ નાગલી વરઇ ડાંગર જેવા પાકોના કાપણી દિવસ શરૂ થતા સમગ્ર ડાંગ જીલ્લાના આદિવાસી ખેડુતો ઉભા સુકા પાકોની કાપણી કરવા માં જોતરાઇ જતા ઠેર ઠેર ખેડુતો વ્યસ્ત જોવા મળી રહયા છે પણ હાલ કાપણી ની કામગીરી પુર જોશ માં ચાલી રહી છે તે દરમિયાન વરસાદે ફરી એક વાર નાના મોટા ઝાપટા રુપી દસ્તક દેતા ડાંગ આદિવાસી ખેડુતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યા ની ભીતી સતાવી રહી છે જેને લઇ વરસાદી ખેતી પર નભતા ખેડુતોમાં કહી ખુશી કહી ગમ નુ માહોલ જોવા મળ્યુ હતું.
જ્યારે સારી ખેતી અને ઉભા પાક ને નુકશાન થવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો .હાલ સારા વરસાદ ને લઇ ડાંગ જિલ્લા ના તમામ ખેડુતો નાગલી ડાંગર વરાઇ જેવા રોકડીયા પાકો ને લઇ ખુશ ખુશાલ બની સારી આવક થવાની આશા સેવી રહયા હતા. પણ હાલ કાપણી ના દિવસો દરમિયાન પણ અવારનવાર વરસાદી ઝાપટા વરસતા આદિવાસી ખેડુતો ઉભા પાક ને નુકશાની થવાની સંભાવના ની સાથે ખેતી પાક માંથી સારી આવક મેળવવા ની આશા રાખી બેઠેલા ખેડુત ની આશા પર વરસાદ રુપી પાણી ફરી વળતા આદિવાસી ખેડુતો દુ:ખ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે