દિવાળીના પર્વમા શક્તિ પીઠ અંબાજીમા ગંદકીના ખડકલા, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

ગુજરાત ના સૌથી મોટા શક્તિ પીઠ અંબાજી મા હાલ માં દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ ધામ મા સફાઈ અભિયાન ના ધજાગરા જોવા મળી રહ્યા છે, આ ધામ ના મર્ગો અને મહોલ્લા મા સફાઈ થતી નથી અને લૉકો ભારે ત્રાહિમામ પોકારી ઊઠયા છે ઓલ સર્વિસ ગ્લોબલ ની કામગીરી ઘણી બોગસ રહી છે, ઓલ સર્વિસ ગ્લોબલનુ ટેન્ડર 31 ડિસેમ્બર ના રોજ પૂરું થાય છે અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી નવીન ટેન્ડર પણ 23 ઑક્ટોબર ના રોજ પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે હવે 2 મહિના ના છેલ્લા દિવસો મા આ ઓલ સર્વિસ ગ્લોબલ તરફથી કામગીરી બોગસ કરી તેમના કેટલાક સફાઈ કર્મચારીઓ સફાઈ પણ કરતા નથી અને તેમના સુપર વાઇજરો દ્વારા ખોટા ખોટા ફોટા ઓ પાડી રિપોર્ટ બનાવી સરકાર પાસે થી મોટી રકમો લઈ રહ્યા છે.
આ સિવાય અંબાજી ગ્રામ પંચાયત તરફથી પણ તહેવાર નજીક હોઈ દિવાળી ની કામગીરી ઘણી ઠંડી જોવા મળી રહી છે અમુક સભ્યો રજૂઆત કરી પોતાના વિસ્તાર મા સફાઈ કરવા માટે ધ્યાન દોરે છે જ્યારે અમુક સભ્યો પોતાના વિસ્તાર મા ફરકતા નથી આવોજ કડવો અનુભવ અંબાજી ના સૌથી મોટા 8 નંબર વિસ્તાર ની જોવા મળે છે અહીંના કેટલાક સભ્યો ચુંટાયા બાદ ગુમ થઈ જતાં આ વિસ્તારો માં ગંદકી ભારે જોવા મળી રહી છે, સરપંચ પણ ગામની સમસ્યાઓ પરતે સક્રિય હોવા છતા પંચાયત નું બીજું વિરોધી ગ્રુપ આ રામ અવતાર સરપંચ ને કામગીરી કરવા દેતું નથી અંબાજી મા જ્યાર થી ઓલ સર્વિસ ગ્લોબલનુ ટેન્ડર આવ્યુ છે ત્યારથી તે સતત વિવાદોમા રહી છ.
યાત્રાધામ વિકાસ બોર્ડ નું ટેન્ડર હોવા છતા જો અંબાજી મા આવી યાત્રાધામ મંત્રી વિભાવરી બેન દવે જો ઓલ સર્વિસ ગ્લોબલ ને ઠપકો આપતી હોય તો આ કોન્ટ્રાકટર ને બ્લેક લીસ્ટ કરી બિલ રોકી દેવુ જોઈએ પણ સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે આ ઓલ સર્વિસ ગ્લોબલ ના સંચાલકો ભાજપ નો હોદ્દો ધરાવે છે જેથી તેમના વિરુદ્ધ અસંખ્ય ફરિયાદ થવા છતા તેમની ઉપર પગલા ભરવામાં આવતા નથી, અંબાજી ના બજારો મા ગટરો ઉભરાઈ જાય છે , ગંદુ પાણી માઈ ભક્તો ના પગ મા આવતું હોવા છતા કેમ કલેકટર આ સંચાલકો ઉપર પગલા ભરતા નથી.
ઓલ સર્વિસ ગ્લોબલ ના અંબાજી ના સુપર વાઇઝરો ની ડંફાસો અમે હપ્તાઓ આપીએ છીએ કોઈ અમારું બગાડી શકે તેમ નથી, હાલ માં દિવાળી હોઈ ગબ્બર ખાતે પગથિયાં ઉપર બેસતા અમુક સફાઈ કર્મચારીઓ માઈ ભક્તો પાસે ખુલ્લેઆમ નાણાં માંગી રહ્યા છે, દર પૂનમે પણ ઉઘરાણા કરાય છે જો નાણાં ના આપો તો સફાઈ કરતા નથી તેવા આરોપો વેપારીઓ કરી રહ્યા છે , હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવું કહેનારા પીએમ મોદી ના સૂત્ર નું ઓલ સર્વિસ ગ્લોબલ ના સંચાલકો પાલન કરતા નથી જે બાબત ઘણી ગંભીર છે.
અમિત પટેલ (અંબાજી)