અંબાજી બસ સ્ટેન્ડ પાસે લારી-પાથરણાવાળા ગરીબ વેપારીઓએ ધરણા-વિરોધ પ્રદર્શન

અંબાજી બસ સ્ટેન્ડ પાસે લારી-પાથરણાવાળા ગરીબ વેપારીઓએ ધરણા-વિરોધ પ્રદર્શન
Spread the love

છેલ્લા કેટલાક દિવસોથી અંબાજી નુ રાજ કારણ કઈ દિશા માં જઈ રહ્યું છે તે ખ્યાલ આવતો નથી આ ધામ મા રહેતા કરોડપતિ ના મોટા મોટા કૌભાંડો દૂર થતાં નથી પણ ગરીબ વેપારીઓની લારીઓ હટાવી  વહીવટી તંત્ર મોટો વાઘ માર્યો હોય તેવો દેખાવ કરી રહી છે અંબાજી બસ સ્ટેન્ડ થી એલ આઇ સી ઓફિસ સુધી દર્શન પથ ના એક તરફ ના માર્ગ ઉપર વર્ષો થી લારીઓ વાળા અને પાથરણા વાળા બેસી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા પણ છેલ્લા અઠવાડિયા થી અંબાજી મા સરકારી તંત્ર તરફથી આ ગરીબો ની લારીઓ હટાવી લેવાતા આ લોકો નો તહેવાર બગડ્યો છે ઘર ચલાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે

અંબાજી મા સરકારી જગ્યા ઉપર આવેલા ૫ તળાવો ગાયબ થઈ ગયા છે પણ આવા મોટા માથા ઉપર સરકાર કોઈજ પગલા ભરતું નથી પણ સવાર થી રાત્ર સુધી મહેનત કરી રોજ કમાતા રોજ વાપરતા ગરીબો ના પેટ ઉપર પાટુ મારતા આવા લોકો ન્યાય માટે  લડવાના મૂડ માં જોવા મળી રહ્યા છે આજે પણ આ ગરીબ વેપારીઓએ ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો પણ સરકારી વહીવટી તંત્ર આવા વેપારીઓ ની રજૂઆત સાંભળતું નથી તે બાબત ઘણી ગંભીર છે, ચુંટણી પહેલા મોટા મોટા અને આપેલા વચનો પૂરા કરવામાં ગુજરાત સરકાર ના નેતાઓ નિષ્ફળ નિવડ્યા છે અને જેના કારણે ગુજરાત ની પેટા ચૂંટણીમાં મતદારો યે ભાજપ ને આંખે તારા બતાવ્યા છે.

– અમિત પટેલ (અંબાજી)

Amit Patel

Amit Patel

Right Click Disabled!