અંબાજીમા અધિકારીઓએ લાલિયાવાડી ચલાવી ફટાકડાના લાયસન્સમાં ધુપ્પલ બાજી ચલાવી..!

અંબાજી ધામ મા જેટલી લાલિયા વાડી ચાલે છે તેટલી લાલિયાવાડી ગુજરાત ના કોઈ યાત્રાધામ મા ચાલતી નથી, આ ધામ માથી ડુપ્લીકેટ ઘી પકડાય તો પણ મોટા માથા બચી જાય છે, મંદિર માં વીઆઇપી દર્શન મા પણ રૂપિયા આપી બારોબાર ગોઠવણ થઈ જાય છે પણ સૌથી નવાઈ પમાડતી બાબત યે છે કે અંબાજી મા સાચા લોકો હેરાન પરેશાન થાય છે જ્યારે ખોટા લોકો ફાવી જાય છે.
દિવાળી આવતા અંબાજી મા ફટાકડા ની દુકાનો ધમ ધમી રહી છે જેના લાયસન્સ માટે માંગવામાં આવેલા કાગળો અલગ અલગ આપી ખોટા સ્થળ ઉપર ખોટી રીતે દુકાનો શરૂ થઈ ગઈ છે પણ આટલી ગંભીર બેદરકારી હોવા છતા કોઈજ પગલા ભરવામાં આવતા નથી, અંબાજી મા ગરીબ લારી વાળા પ્લાસ્ટિક રાખે તો તેને દંડ આપી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે તો ફટાકડા ના વ્યવસાય મા આટલી મોટી બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે , જો કોઈ અનિચ્છનિય બનાવ બને તો જવાબદારી કોની ?
અંબાજી મા દર્શન પથ ઉપર ના દબાણ હટાવતા આ લોકો બે રોજગાર બની ગયા છે , કોઈ મોટા નેતા આવા ગરીબો ની મુલાકાત લીધી નથી, અંબાજી ગબ્બર રોડ પર માર્ગ મોટા કરી દબાણ દૂર કરવામાં આવ્યું તે બાબત સુંદર છે પણ આ માર્ગ ઉપર ગરીબો ના વેપાર બંદ કર્યા તે બાબત ઘણી ગંભીર છે, ચુંટણી માં વચનો આપતા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે.
ભાદરવી વખતે ૨૦ નિર્દોષ લોકો હાલ કોર્ટ મા તારીખો ભરી રહ્યા છે, અંબાજી મા મહોલ્લા મહોલ્લા મા દારૂ વેચાય છે, ટીનીયો અને મહા માયા હોમ ડિલિવરી કરી વિદેશી દારૂ વેચી રહ્યા છે, અંબાજી ની તમામ મુતરડી મા દેશી દારૂ ની ખાલી થેલીઓ જોવા મળી રહી છે પણ આ ધામ મા પ્લાસ્ટીક ની થેલી રાખવી ગુનો છે ગરીબો વેપાર વગર ના થઈ ગયા છે.
અમિત પટેલ (અંબાજી)