કેવડીયા સ્ટેચ્યુ અને આસપાસના વિસ્તારો લાઈટોથી સુસજ્જ

- 200 આર્ટિફિશિયલ વૃક્ષોને રંગીન લાઈટો થી સજાવ્યા. લગાડવામાં આવ્યા
- સ્ટેચ્યુ પર રાત્રિ નોઅદભૂત નજારો પ્રવાસીઓ ને ગાંડા કરી દેશે
- કેવડીયા ખાતે પીએમ ના આગમન ટાણે સ્ટેચ્યુ પરિસર ને રંગીન લાઈટો થી સજાવવામાં આવ્યા છે
31 ઓક્ટોબર સરદાર પટેલ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેવડીયાકોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસનો વિસ્તાર લાઇટોથી સજાવવામાં આવ્યો છે તેમજ દિવાળી તહેવારને લઈને પ્રવાસીઓ આવે તો રાત્રિ રોકાણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના રસ્તાઓ ઉપર લાઇટિંગ વાળા 200 જેટલા આર્ટિફિશિયલ વૃક્ષો લગાડવામાં આવ્યા છે દિવાળીના તહેવારને લઈને જે રીતના ઘરમાં સજાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગ્લોવ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગ્લોવ ગાર્ડને લાઇટિંગ થી સંપૂર્ણપણે સજાવટ કરી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમવાર ગુજરાતમાં આવું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જ્યારે રાત્રિ દરમિયાન ફૂલો, પક્ષીઓ, પ્રાણીઓ, પાણીનો ફુવારો જેવા અનેક વસ્તુઓના મોડેલમાં અલગ અલગ રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ રાત્રી રોકાણની મજા માણી શકે. સ્ટેચ્યુ પર રાત્રિ નોઅદભૂત નજારો પ્રવાસીઓ ને ગાંડા કરી મૂકશે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)