સમસ્ત ભૂદેવ વિકાસ ટ્રસ્ટ દ્વારા મીઠાઈ વિતરણ કાયૅકમ યોજાયો

સમસ્ત ભૂદેવ વિકાસ ટ્રસ્ટ દ્વારા મીઠાઈ વિતરણ કાયૅકમ યોજાયો
Spread the love

સમસ્ત ભૂદેવ વિકાસ ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે દિવાળીના પવિત્ર તહેવારમાં ધનતેરસના શુભ દિવસે રાત્રે ૮ થી ૧૦ દરમિયાન સુદામાનો ઓટલો (શ્યામલ ચાર રસ્તા ટ્રાફિક બુથ પાસે, સેટેલાઈટ, અમદાવાદ) પરથી અગાઉથી જાહેરાત કર્યા મુજબ શ્રમજીવી તથા ગરીબ પરિવાર ના લોકોને “પુણ્યની કમાઈ, એક પેકેટ મીઠાઈ” અંતર્ગત લગભગ ૫૦૦ જેટલાં લોકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો સિવાય અન્ય મિત્રો તથા વિશેષ આમંત્રણથી પધારેલાં *શ્રી અમીતભાઈ ઠાકર ( રાષ્ટ્રીય સહ કન્વીનર, ભારતીય જનતા પાર્ટી) દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમસ્ત ભૂદેવ વિકાસ ટ્રસ્ટના  ટ્રસ્ટીશ્રીઓ પિયુષ ભટ્ટ અને પ્રશાંત જાની તથા નૈતિકભાઈ જાની અને કાનનબેન દવે દ્વારા રાત્રે ૯.૦૦ વાગે શ્યામલ ચાર રસ્તા ટ્રાફિક પોલીસ વિભાગના શ્રી અતુલભાઈ તથા શ્રી મનીષભાઈ ના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝની મુલાકાત લેવામાં આવી હતી. અહી ગુમ થયેલાં, રક્ષણની જરૂરિયાતવાળા, અનાથ તેમજ નિરાધાર એવાં ૧૮ જેટલા બાળકોને ગૃહના અધિકારીશ્રી વી.એલ. ચૌહાણ સાહેબના સહયોગથી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. મીઠાઈ મેળવ્યા બાદ બાળકોના ચહેરા પરનો આનંદ જોઈ હાજર સહુ કોઈ લાગણીશીલ થઈ ગયા હતાં.

આપ ભામાશાનો યથાશક્તિ આર્થિક સહયોગ જરૂરિયાતવાળા કોઈકના જીવનની વિટંબણાઓ દૂર કરવામાં ઉપયોગી સાબિત થશે. આર્થિક સહયોગ આપવા માટે આપ પ્રશાંત જાની, ૮૭૮૦૧૭૩૮૮૫ તથા પિયુષ ભટ્ટ, ૯૮૨૫૫૨૭૫૫૭ નો સંપર્ક કરશો.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Admin

Admin

9909969099
Right Click Disabled!