તહેવારો ટાણે પાટનગરમાં ઉઘરાણાં ચાલુ….!! અસલી અધિકારીઓ કે નકલી અધિકારીઓ..?

તહેવાર નજીક આવતાની સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ તોડ કયાથી થશે અને ક્્યાંથી ખિસ્સું ભરાશે તેની તલાશમા નીકળી જતા હોય છે. તોડબાજ ઓફિસરો પોતાના ખિસ્સા ભરવા માટે એટલી નીચી કક્ષાએ જતા રહેતા હોય છે કે તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો,પણ હા આ એક સત્ય ઘટના છે, ભ્રષ્ટઅધિકારીઓ પોતાનો તહેવાર ધામધૂમથી કરવા માટે મહેનત કરતા રોડ ઉપર પાથરણા તેમજ લારીઓ લઈને ઉભા હોય છે, ત્યારે તમને ધાક ધમકી આપી રૂપિયા પડાવવાનું કામ કરતા હોય છે અને જા તે આપવાનું ના કહે તો તેમની લારીઓ હટાવવાની ધમકી આપતા હોય છે, એક લારી કે પાથરણા વાળા પાસેથી ૨ હજારની માંગણી કરવામાં આવે છે અને છેલ્લે સેટલમેન્ટ કરી રૂપિયા પણ પડાવી લેતા હોય છે.
આવા ભ્રષ્ટઅધિકારીઓને કારણ આખા ડિપાર્ટમેન્ટ ઉપર છાંટા ઉડે છે.આ ભ્રષ્ટઅધિકારીઓને નાના વેપારીઓ જ કેમ દેખાય છે..? ગાંધીનગરમાં ઘણું બધું ગેરકાયદેસર અને દબાણો છે તો તે કેમ નથી હટાવાતા..? ત્યાં તમારો નિયમ ક્્યાં જાય છે..? ખિસ્સા ભરવા હોય ત્યારે જ નિયમો યાદ આવે છે..? જા તમને ૨ર્ર્, ૫ર્ર્ મળી જાય તો નિયમની એસી કી તૈસી આવું કેમ…..?
જી.એન.એસ.ન્યુઝ એજન્સી પાસે જે વિડીયો આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈ અધિકારીએ આવીને કહ્યું કે છે ૨ હજાર રૂપીયા આપો પરંતુ અહીંથી ૨ હજાર નહીં મળતા અધિકારીએ નિયમ બતાવી ધંધાદારીને પોતાની લારી સાથે હટાવવામાં આવ્યો,વાહ શુ તમારો નિયમ છે..! આ અનુસંધાને જી.એન.એસ. ન્યુઝ દ્વારા જ્યારે ગાંધીનગર મહાનગર પાલિકાના શોપ ઇન્સ્પેકટર માણેક સાહેબ સાથે વાતચીત કરી તો તેમને જણાવેલ કે હા મારી દબાણ શાખાની ટિમ ગઈ કાલે ગઈ હતી.
મને એવી કોઈ જાણ નથી એવું કાંઈ હોય તો તમે મોઢ સાહેબ સાથે વાતચીત કરી શકો છો અને અમે તો દબાણ હટાવવાની કામગીરી માટે મોકલેલ હતા..! ત્યારે સવાલ એ છે કે કોણ છે આવા ભ્રષ્ટઅધિકારીઓ જે ૨ હજાર સુધનો તોડ કરતા ગાંધીનગરમા ફરે છે..? શુ કોઈ દબાણ શાખાના નામે કોઈ નકલી ગેંગ ઉભી થઇ છે..? પરંતુ જે હોય તે હાલ તો નાના વેપારીઓમાં ભય નો માહોલ છવાઈ ગયો છે.