કેવડિયા ખાતે 385 એકરમાં તૈયાર થઈ રહેલું સફારી પાર્ક ભારતનું સૌથી મોટું અને આધુનિક સફારી પાર્ક દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

કેવડિયા ખાતે 385 એકરમાં તૈયાર થઈ રહેલું સફારી પાર્ક ભારતનું સૌથી મોટું અને આધુનિક સફારી પાર્ક દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
Spread the love

  • પક્ષીઓ અને પ્રાણીઓ માટે તાજો ઘાસચારો અને ફળો શાકભાજી નું 100 એકરમાં વાવેતર
  • ૭૦ થી ૮૦ જાતના ફૂલ દેશ-વિદેશમાંથી 1500 પક્ષીઓની સફારી પાર્કમાં બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયન અને સાઉથ અમેરિકન પક્ષીઓનું આગમન
  • પાર્કમાં સક્કરબાગ જુનાગઢ થી બે સિંહ અને નર અને માદા વાઘની જોડી પણ સફારી પાર્કમાં આવી
  • સિહોનો ખોરાક મટન મેડીકલ ચેક અપ કરીને વડોદરા પ્રાણી સંગ્રહાલયમાંથી લેવાય છે
  • બાળકો માટે યુરોપિયન ટટ્ટુ ઘોડો,ગેંડા પણ આવ્યો

સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે પ્રવાસીઓ માટે ગુજરાત સરકાર રાતદિવસ કરોડના ખર્ચે અવારનવાર અનેરા આકર્ષણનું આવી રહી છે. જેમાં ભારતનું સૌથી મોટું દેશનું સૌપ્રથમ આધુનિક પ્રાણી સંગ્રહાલય 385 એકર માં બનાવવા જઈ રહ્યું છે. જે 40 કરોડના ખર્ચે આધુનિક સફારી પાર્ક દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આ અંગે નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો રામરતન નાલા ના જણાવ્યા અનુસાર આ ભારતનું સૌપ્રથમ સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. 

જેમાં 1500 થી 2000 પ્રાણીઓ આવી રહ્યા છે, ઉપરાંત દેશ અને વિદેશમાંથી 70 થી 80  જાતના 1500જેટલા પક્ષીઓ આવી રહ્યા છે. આ પક્ષીઓમાં બેલ્જિયમમાં, ઓસ્ટ્રેલિયન અને સાઉથ અમેરિકન પક્ષીઓ પણ આગમન થઈ રહ્યું છે. આની ખાસિયત એ છે કે પક્ષીઓ માટેનું અનુકૂળ ખોરાક મળી રહે તે માટે 100 એકરમાં ઘાસચારો,  પપૈયા,  દાડમ જેવા પક્ષીઓ માટેના ફળો તેમજ વિવિધ શાકભાજી, ધાણા, મરચાં વગેરેનું પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે.

પક્ષીઓને ભાવતા સૂર્યમુખીના બીજ માટે સૂર્યમુખીના ફૂલોનું પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ પાર્ક મા જૂનાગઢ સક્કરબાગ મથી બે સિંહ અને નર, માદા વાઘ ની જોડી પણ આવી ગઈ સિંહના ખોરાક માટે ખાસ મટન મેડિકલ ચેકઅપ કરી ને વડોદરા પ્રાણી સંગ્રહાલય માઠી મંગાવાય છે. જ્યારે પ્રાણીઓ ને ગરમીથી રક્ષણ મેલવવા મતે એસી, કૂલર તેમજ ઠંડી થી રક્ષણ મેલવવા માટે હીટર અને બ્લાવઝરની પણ વ્યવસ્થા કરવામા આવી છે.

તસવીરો : જ્યોતિ જ્ગતાપ (રાજપીપલા)

Admin

Admin

9909969099
Right Click Disabled!