અંબાજી ટ્રસ્ટે મંદિર ખુલ્લુ રાખવા અંગે નિર્ણયનો ભંગ પોતે જ કર્યો…!

ગુજરાતના મોખરાના અને પવિત્ર યાત્રાધામ અંબાજીની ગણના ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ તરીકે થાય છે આ ધામમા દિવાળી પર્વને લઇને યાત્રિકોના ભારે ઘસારા ને લઈને મંદિર 28 તારીખથી 3 તારીખ સુધી રાત્રી ના 11 વાગે સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કરવામા આવ્યો હતો તેમ છતાય શ્રી આરાસુરી અંબાજી માતા દેવ સ્થાન ટ્રસ્ટ તરફથી શુક્રવાર તારીખ 1/11/19 ના રોજ અંબાજી મંદિર રાત્રે 10 વાગે બંદ કરી દેવાતા મોટાભાગ ના યાત્રીઓ દર્શન કર્યા વિના પરત ફર્યા હતા તો અમુક યાત્રિકો ને ના છૂટકે રાત રોકાવાની ફરજ પડી હતી આમ 1 કલાક વહેલુ મંદિર બંદ કરાતા લોકો મા ભારે રોષ જોવા મળ્યો હતો.
એક બાજુ અંબાજી મંદિર ટ્રસ્ટ મોટી મોટી વાતો કરે છે અને ભાદરવી મહામેળા ના 7 દિવસ અંબાજી મંદિર રાત્રી ના 1:30 વાગે સુધી ખુલ્લુ રાખે છે જેમા રાત્રી ના સમયે ઘણી વખત માઈ ભક્તો ન આવતા મંદિર ફરજીયાત 1:30 વાગે સુધી ખુલ્લું રાખવામાં આવે છે તો આજ અંબાજી મંદિર ટ્રસ્ટ દિવાળી ના તહેવાર મા કેમ વહેલું મંદિર બંદ કરી દેછે તે સમજાતું નથી ,લોકો દૂર દૂર થી અંબાજી માતા ના દર્શન કરવા આવે છે તો પછી મંદિર વહેલું કેમ બંદ કરાયું તેનો જવાબ વહીવટદાર કે કલેક્ટર આપી સકતા નથી.
વહીવટદાર નો ઉડાઉ જવાબ તમે અરજી કરી શકો છો
આ બાબતે જયારે મીડિયા દ્વારા અંબાજી મંદિર ના ઇન્ચાર્જ વહીવટદાર એસ જે ચાવડા ને ફોન ઉપર પૂછતાં તેમને કહ્યુ હતુ કે માઈ ભક્તો ન હતા એટલે મંદિર શુક્રવારે રાત્રે 11 વાગે ની જગ્યા એ 10 વાગે બંદ કર્યુ હતુ ,તમારે અરજી આપવી હોય તો અરજી આપી શકો છો ,હાલ માં આબુ અને રાજસ્થાન થી આવતી પબ્લીક 11 વાગે સુધી અંબાજી આવતી હોય છે તો પછી મંદિર વહેલું બંદ કરવાનો નિયમ કોના ઈશારે કરાયો તેનો જવાબ વહીવટદાર આપી શક્યા ન હતા.
યાત્રાધામ મંત્રી વહીવટદાર ઉપર કડક પગલા ભરે
શુક્રવારે હજારો યાત્રિકો રાત્રે 10 થી 11 વાગે સુધી અંબાજી મંદિર ના મુખ્યદ્વાર બહાર ઉભા હતા તેમ છતાય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વહેલું બંદ કરાયુ હતુ તો આ બાબતે ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ વહીવટદાર ઉપર કડક પગલાં ભારે તેવી માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ : અમિત પટેલ (અંબાજી)