કડીમાં બનેલ દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપીઓના સ્કેચ જાહેર કર્યા

કડી તાલુકામાં દિવાળીના તહેવારોમાં બબ્બે દુષ્કર્મની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાલુકાના રંગપુરડા અને અચરાસણ ગામની કેનાલ ઉપર બે મહિલાઓ ઉપર બનેલ દુષ્કર્મ ની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક મનિષસિંહ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક મંઝીતા વણઝારાના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના હેઠળ પોલીસ ની સાત ટીમોને આરોપીઓના સ્કેચ સાથે કામે લગાડી દેવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં કડી માં બે દિવસમાં બે દુષ્કર્મની ઘટના ઘટી હતી.
જેમાં એક ઘટનામાં યુવતી પ્રેમી સાથે ફરીને પોતાના ઘેર જવા માટે કારમાં નર્મદા કેનાલના રસ્તેથી નીકળી ત્યારે આરોપીઓએ કાર આંતરીને યુવતીને કેનાલની બાજુમાં નિર્જન જગ્યામાં લઇ જઇ દુષ્કર્મ ગુજયું હતું.પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી ત્યાંજ અચરાસણ ગામની સીમમાં ખેતરની ઓરડી બહાર ખેતમજૂર તરીકે રહેતા દંપતી સુઈ રહ્યું હતું ત્યારે વહેલી સવારે આશરે 3 વાગ્યા આસપાસ આરોપીઓએ મહિલાના પતિને બંધક બનાવી ને ઓરડીના પાછળના ભાગે લઈ જઈ મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.મહિલાએ દુષ્કર્મીઓનો પ્રતિકાર કરતા મહિલાને માર મારતા મહિલાના શરીર ઉપર પડેલા ઉઝરડા જોઈ પરિવારજનો તથા પોલીસ હચમચી ગયી હતી.
જ્યારે ભોગ બનનાર અન્ય યુવતીના શરીર ઉપર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા નહોતા તેવું જાણવા મળેલ છે.
બંને દુષ્કર્મની ઘટના પાંચ થી સાત કિલોમીટર ના અંતરમાં બની
પોલીસે બન્ને પીડિતાનું મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવ્યા બાદ તેમણે કરેલા વર્ણન મુજબ સ્કેચ તૈયાર કરી તપાસ લંબાવી છે.
દુષ્કર્મની ઘટનાને ત્રણ થી ચાર દિવસ વીતવા છતાં આરોપીઓ પોલીસ ની પકડ થી દુર
દુષ્કર્મનીઘટનાને ત્રણ થી ચાર દિવસ વીતવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી ના શકતા લોકોમાં કેનાલ ના રસ્તાઓ ઉપર જવામાં ડર અનુભવી રહ્યા છે.
બન્ને દુષ્કર્મની ઘટનામાં એક જ ગેંગ હોવાની શક્યતા
દુષ્કર્મની ભોગ બનેલ બન્ને પીડિતાઓએ આપેલ વર્ણનના આધારે પોલીસે 2 સ્કેચ બનાવ્યા છે.આ બંને કેસમાં આરોપીઓની એકજ ગેંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.