કડીમાં અણઘડ વહીવટને કારણે ચોમાસા બાદ પણ ભુવારાજ, તંત્ર નિદ્રાધીન…!

કડી પાલિકાના અણઘડ વહીવટને કારણે રોડ ઉપર છેલ્લા દસ દિવસથી પડેલા ભુવા પણ હજુ સુધી એજ સ્થિતિમાં રહેતા રાહદારી લોકો હેરાન પરેશાન થયી ગયા છે. કડી માં શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી આદર્શ હાઈસ્કૂલ થી આદર્શ હાઈસ્કૂલના છાત્રાલય જવાના રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી રોડ ની મધ્યમાં ભુવો પડ્યો છે જેની પાલિકાને જાણ કરવા છતાં હજુ સુધી પાલિકાના સત્તાધીશો રજાઓના મદમાં હોય એવું જણાયી રહ્યું છે. રોડ ની મધ્યમાં પડેલા ભુવાને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ખૂબ જ તકલીફ પડતી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઘણા વાહનચાલકો રાત્રીના સમયે ભુવામાં ગરકાવ થયી જઈ અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
- કડી નગરપાલિકાના પ્રમુખ રસ્તા ઉપર પડેલ ભુવા થી અજાણ
- પાલિકાના એન્જીનયર હજુ સુધી રજાઓના કેફમાં
આદર્શ હાઈસ્કૂલથી આદર્શ છાત્રાલય જવાના રસ્તા ઉપર પડેલા ભુવા અંગે પાલિકાના ચીફ એન્જીનીયર મહેશ પરમાર જોડે વાત કરતા તેઓ રોડની વચ્ચે પડેલા ભુવા અંગે અજાણ હોવાનો દેખાવ કર્યો હતો.તેમણે જણાવ્યું કે તેમને હજુ સુધી માહિતી મળી નથી કે કયા ભુવો પડ્યો છે.માહિતી મળે બે ત્રણ દિવસમાં ભુવાનું નિરીક્ષણ કરી ભુવો પડવાનું કારણ શોધવામાં આવશે.આમ પાલિકાના કર્મચારીઓને સામાન્ય નાગરિકો ની હાલત ની કોઈ ચિંતા નથી તેઓ તો હજુ સુધી દિવાળીના રજાઓના કેફમાં હોવાનું જણાતું હતું.