ખેંચની બીમારીથી કંટાળી પરિણીતાએ ૫માં માળેથી કુદીને આપઘાત કર્યો

ખેંચની બીમારીથી કંટાળી પરિણીતાએ ૫માં માળેથી કુદીને આપઘાત કર્યો
Spread the love

સુરત,
બારડોલી નગરના અસ્તાન રોડ પર આવેલ વિઠ્ઠલ બંગલોમાં રહેતા અને મૂળ સોનગઢના સચિનભાઈ જયંતિભાઈ અગ્રવાલના લગ્ન ૨૦૦૬ની સાલમાં સુરત રહેતા રુચીતા બેન સાથે થયા હતા. તેમના લગ્ન ગાળા દરમિયાન બે સંતાન છે. ઘરકામ કરતાં ૩૩ વર્ષીય રુચિતાબેન સચિનભાઈ અગ્રવાલ તા. ૧૦ નવેમ્બરને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરની બાજુમાં આવેલા પાટીદાર ભવનના પાંચમા માળેથી નીચે છલાંગ મારી હતી, નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી તેમના પરિવારજનોએ પરિણીતાને બારડોલી સરદાર હોÂસ્પટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે રુચિતાબેન અગ્રવાલને મૃત જાહેર કરતાં ચકચાર મચી ગઈ હતી.

ઘટના અંગે જાણ થતાં બારડોલી પી.આઈ.ગીલાતર સહિતનો સ્ટાફ બારડોલી સરદાર હોÂસ્પટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં મૃતક પરિણીતાના પતિએ પોલીસને જણાવ્યુ કે રુચિતાબેન છેલ્લા ૧૭ વર્ષથી ખેંચની બીમારીથી પીડાતી હતી. છેલ્લાં છ મહિનાથી તેમની ડિપ્રેશનની સારવાર ચાલતી હતી. આ બીમારીના કારણેતે ઘણી ટેન્શનમા રહેતી હતી, અને આ બીમારીઓથી કંટાળી હારી થાકી તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યુ હતું. જ્યારે મૃતક રુચિતાના પિતા અને પીયર પક્ષે સરદાર હોસ્પીટલમાં તેણીના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. સાસરિયાં પર અનેક આક્ષેપ કર્યા હતા ,જેને લઈ હોÂસ્પટલમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જાકે બારડોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!