ઝોમેટો એપથી ઓનેસ્ટ રેસ્ટોરાંમાંથી પાઉંભાજી મંગાવી, જીવડું નીકળતાં હોબાળો મચ્યો

અમદાવાદ,
ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા ફૂડ ઓર્ડર કરી અને રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવતા શહેરની એક યુવતીને કડવો અનુભવ થયો છે. યુવતીએ ઝોમેટો એપ પરથી તેની મિત્રના જન્મદિવસે નવરંગપુરા સીજી રોડ પર આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંમાંથી ભાજીપાવનો ઓર્ડર કર્યો હતો. રેસ્ટોરાંમાંથી આવેલી ભાજીમાં જીવડું નીકળ્યું હતું. જીવડું નીકળતા તેના મિત્રનો જન્મદિવસ બગડ્યો હતો. આ બાબતે યુવતીએ ફેસબુકમાં ફૂડ હોલિક ઇન અમદાવાદ નામના ગ્રુપમાં પોસ્ટ કરી છે.
ઇમાની જૈન નામની યુવતીએ કરેલી પોસ્ટમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પરથી ભાજીપાવનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડરમાં આવેલી ભાજીપાવમાં જીવડું નીકળ્યું હતું. તેનું માર્કેટમાં મોટું નામ છે પરંતુ બેકાર જમવાનું આપે છે. તેની મિત્રના જન્મદિવસે આ ફૂડ મંગાવ્યું હતું અને આવું જમવાનું ઓર્ડરમાં આવતા જન્મદિવસની ઉજવણી બગડી ગઈ હતી.