સાસરીયાઓના ત્રાસથી અને ભૂવા લાવી ધુણાવતા પરિણીતાએ આપઘાત કર્યો

અમદાવાદ,
નવા નરોડા શુકન એપાર્ટમેન્ટમાં બે પુત્રોની ૩૦ વર્ષીય માતાએ શનિવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સાસરીયાઓના ત્રાસ અને ભૂવા લાવી ધુણાવી પરિણીતાને પરેશાન કરતા તેણે અંતિમ પગલુ ભર્યું હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ, સસરા, સાસુ અને નણંદ સહિતના સભ્યો સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના સિપોર ગામમાં રહેતા હસુમતીબેન પટેલની પુત્રી ભૂમિતા ઉર્ફે ભૂમિના લગ્ન ૨૦૧૨ના વર્ષમાં અમદાવાદના યુવક સાથે થયા હતા. ભૂમિ લગ્ન બાદ તેના પતિ સાથે અમદાવાદના નવા નરોડામાં આવેલા શુકન ફ્લેટમાં રહેતી હતી. ભૂમિનો પતિ સૌરીન ઓઢવમાં ટુલ્સનો ધંધો કરે છે. શનિવારની રાત્રે હસુમતીબેનને ફોન આવ્યો હતો કે તેમની દીકરીએ આપઘાત કર્યો છે. જેથી તેઓ તાબડતોબ અમદાવાદ તેની દીકરીના ઘરે પહોંચ્યા હતા.
બાદમાં પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ કરાવવા માટે સિવિલ હોÂસ્પટલ ખસેડી હતી. પોલીસે મૃતકના પિયરિયા પક્ષની પૂછપરછ કરતા તેમણે સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
જાકે, થોડા સમય બાદ ભૂમિને વળગાડ હોવાનું કહી મહેસાણા ખાતેના પીપળદર ગામમાં લઇ જઇને ત્યાં ગામ વચ્ચે ભૂવા ધૂણાવી દોરાધાગા કર્યા હતા. ભૂમિના આપઘાત મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીઓ સામે આઇપીસી ૩૦૬, ૪૯૮(ક), ૩૨૩ અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.