અંબાજીમાં રાધાકૃષ્ણ યુવક મિત્ર મંડળ દ્વારા રાધાકૃષ્ણ મંદિરમાં 56 ભોગનો અન્નકુટ ધરાવાયો

યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ મંદિર આવેલા છે તેમાંથી રાધાકૃષ્ણ મંદિર જે માનસરોવર ની સામે ગુલજારિપુરા વિસ્તાર માં આવેલ છે. આ રાધાકૃષ્ણ મંદિર ખાતે શ્રી રાધાકૃષ્ણ યુવક મિત્ર મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની આયોજન કરાઇ છે ત્યારે દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે દેવ દિવાળી એટલે કે કારતકી પુનમનાં રોજ શ્રી રાધાકૃષ્ણ યુવક મિત્ર મંડળ દ્વારા રાધાકૃષ્ણ મંદિર ખાતે 56 ભોગનો અન્નકુટ ધરાવાયો હતો.
આ કાર્યક્રમ છેલા કેટલાય વર્ષો થી મંદિર રાધાકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવે છે આ કારેક્રમ ને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજ રાધાકૃષ્ણ મંદિરનાં સેવક અને રાધાકૃષ્ણ યુવક મિત્ર મંડળના યોગદાનથી કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું આજ સાંજે આરતી કર્યા બાદ અંકુટનાં પ્રસાદનું વિતરણ કરાયું .
અમિત પટેલ (અંબાજી)