ડુંગરાળ વિસ્તારમાં પાપડીની સફળ ખેતી કરતાં આદિવાસી ખેડુતો

- પાપડીને વેલા આવતા નથી,ઉત્યાદન અને ગુણવતા મુજબ ભાવ મળતા ખેડુતોની આથિૅક રીતે સધ્ધર બન્યા
- નેત્રંગ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં પાપડીની સફળ ખેતી કરી આદિવાસી ખેડુતોની આથિૅક રીતે સધ્ધર બની રહ્યા છે
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે અને ખેડુતો માત્ર ચોમાસું પાક જ કરવાની માનસિકતા બંધાઇ ગઇ છે,જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખરેઠા ગામના જેઠાભાઈ વસાવા દ્વારા ડુંગરાળ વિસ્તારમાં ૧ એકરના જમીનમાં પાપડીની ખેતી કરી હતી.
સખત મહેનત કરીને સારું ઉત્પાદન મેળવ્યું હતું,જેમાં ખેડુતે સંવાદમાં જણાવ્યું હતું કે,પાપડીની આ જાતમાં વેલા આવતા નથી,જેથી વેલા કાપવાનો ખર્ચ થતો નથી, જ્યારે પહેલા દેશી બિયારણ વાવતા હતા,તેમાં વેલા થવાથી મજૂરી ખર્ચ વધારે થતો હતો અને નીંદામણ તેમજ વીણી કરવામાં મુશ્કેલી પડતી હતી. જેમાં વર્ષોથી જૂનું બિયારણ વાપરતા હોવાથી તેમાં ઉગાવો ખૂબ ઓછો મળતો જેથી ઉત્પાદન પણ ઓછું મળતું હતું. જ્યારે પાપડીમાં રોગ અને જીવાતના નિદાન માટે ચાસવદ કેવીકેના વૈજ્ઞાનિક મહેન્દ્રભાઇ એમ પટેલ દ્વ્રારા સમયસર ખેડૂતના ખેતરની મુલાકાત તેમજ યોગ્ય સૂચન આપ્યા હતા.
જ્યારે બીજી બાજુએ નવી જાતમાં અત્યાર સુધી ૭ થી ૮ ક્વિન્ટલ પાપડી નેત્રંગના બજાર હાટ તેમજ ઘર બેઠા વેચી છે,અને ૬૦ થી ૧૦૦ રૂ/કિલોના ભાવ મળ્યા છે,અત્યાર સુધી ૪૫૦૦૦ થી ૪૭૦૦૦ હજાર રૂપિયાની આવક થઈ છે અને આ પાપડીની વીણી ૨ થી ૨.૫ મહિના સુધી થશે છે,જેથી સિંચાઈ પાણીની અપુરતી સુવિધા અને ખેતમજુરી સહિત અન્ય ખચૉઓ માથી છુટકારો મળ્યા બાદ ખેડુતને ઉત્પાદન અને ગુણવતા મુજબ સારો ભાવ મળતા ડુંગરાળ વિસ્તારના ખેડુતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)