કડીમાં જાહેર જગ્યામાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

કડી શહેરના મધ્ય વિસ્તાર મલ્હારપુરા વાસમાં આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં જુગાર રમતા છ ઇસમોને કડી પોલીસના ડી સ્ટાફ ના પી.એસ.આઈ. વાય.એચ.રાજપૂત અને તેમની ટીમે સોમવારના રોજ રેડ પાડી ઝડપી લીધા હતા. કડી ના મલ્હારપુરા વિસ્તારમાં જાહેર જગ્યા માં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેડ કરતા જુગારીઓના હોશ ઉડી ગયા હતા અને જુગારીઓમાં નાસભાગ મચી ગયી હતી.કડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પી.એસ.આઈ.વાય.એચ રાજપૂત તથા પો.કો.નીતિનભાઈ દેવેન્દ્રભાઈ સહિત ટીમે રેડ પાડી 14,000 રૂ.અને મુદ્દામાલ સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કડી પોલીસે જુગારધારા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
1- તૌફિકભાઈ બાબુભાઇ સુલેમાનભાઈ
2- કલાલ વસીમભાઈ જાન મહંમદ
3- કલાલ જાવેદ મહમૂદભાઈ
4-કલાલ અહમદભાઈ મહંમદ ભાઈ
5- રાવળ મુકેશ જુહાભાઈ
6- કલાલ હૈદરભાઈ ઉમરભાઈ