જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે દેશ વિદેશ માંથી લાખો યાત્રિકો માં અંબે નાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા યાત્રિકો નો કોઈ જાત ની અગવડ નાં પડે તેવી વેવસ્થાઓ અંબાજી ખાતે કરાવાતી હોય છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બાંધકામ શાખા નાં અધિકારીઓ જાણે ગોર નિંદા માં હોય તેવું લાગી રહ્યું છે મંદિર પ્રાંગણ માં આવેલ અજ્ઞશાળા ના ઉપરના સેડ માં લાગેલા પત્રાઓ હવા માં જુલી રહ્યા છે પણ બાંધકામ શાખા નાં અધિકારીઓ કોઈ ધ્યાને લેતા નથી ગત રાત્રી આવેલા સામાન્ય પવન માં પણ પત્રાઓ હવા માં જુલી રહ્યા હતા અને જો આ પત્રા ઊડી ને નીચે પડે અને કોઈ અઘટિત ઘટના ઘટે તો તેનો જવાબ દાર કોણ બાંધકામ શાખા દ્વારા કેમ આવી ગંભીર બાબત ધ્યાને લેવામાં નથી આવતી જો આવા સામાન્ય પવન માં પત્રાઓ હવા માં ઝૂલતા હોય તો જો ભારે પવન કે વાવાઝોડું આવે તો આ પત્રાઓ રસ્તા પર મળે જો વધારે પવન કે વાવાઝોડું આવે તો 7 નંબર ગેટ ની જોડે આવેલા માર્કેટ માં ફરતાં યાત્રિકો ને પણ આ પત્રાઓ નીચે પડે અને યાત્રિકો ને નુકશાન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ગત રાત્રી જે પવન ફૂકાયો ત્યારે આ પત્રાઓ ને હવા માં ઝૂલતા જોઈ 7 નંબર ગેટ જોડે નાં દુકાનદારો અને વેપારીઓ માં પણ ભય નો માહોલ છવાઈ ગયો છે આ અજ્ઞશાળા ના ઉપર ના ભાગ નાં પત્રાઓ નું અંબાજી મંદિર બાંધકામ શાખા દ્વારા વહલી તકે રીપેરીંગ કામ કરવા માં આવે તેવી માંગ ઉઠવા પામી છે