મહીસાગરમાં આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને ખાનપુર તાલુકાના દલેલપુરા ગામે રાત્રી સભા યોજાઇ

લુણાવાડા,
પ્રજાની સમસ્યામઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત મહીસાગર જિલ્લામના ખાનપુર તાલુકાના દલેલપુરા ગામે જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં વિધવા સહાય, મંજુરી હુકમોનુ વિતરણ અને લોક પ્રશ્નોનું હકારાત્માક રીતે નિરાકરણ કરવામાં આવ્યું્ હતું.
દિવસ દરમિયાન દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય ફાળવી શકતો નથી. દિવસભરની બધી જ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રિના સમયે પડતર પ્રશ્નો અને સમસ્યાશઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે તેમ જણાવતા મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે દલેલપુરા ગામની રાત્રિ સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ગ્રામ સભામાં વિધવા સહાય, મંજુરી હુકમોનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
દલેલપુરા ગ્રામજનોએ, ગામના અગ્રણીશ્રીઓએ અને સરપંચશ્રીએ ગામની સમસ્યાઓને ગ્રામજનો વતી રજુ કરી હતી.
આ રાત્રી સભામાં પ્રાંત અધિકારીશ્રી મોડીયા સહિત અધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.