આદિજાતિ ખેડૂતો માટે નાબાર્ડની આ ટીડીએફ વેલવાડી પ્રોજેકટ યોજના આશિર્વાદ સમાન

આદિજાતિ ખેડૂતો માટે નાબાર્ડની આ ટીડીએફ વેલવાડી પ્રોજેકટ યોજના આશિર્વાદ સમાન
Spread the love

લુણાવાડા,
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્ય થી રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતાર્થે અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો લાભ લઇ મહિસાગર જિલ્લાના ખેડૂતો કૃષિ ક્ષેત્રે આર્થિક સધ્ધરતા મેળવી છે. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આદિજાતિ ખેડૂતો માટે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેના રાષ્ટ્રીય બેંક (નાબાર્ડ) નેચરલ રિસોર્સિસ મેનેજમેન્ટની પહેલ તરીકે વેલાવાળા શાકભાજી, જમીન પર થતાં શાકભાજી અને ફળાઉ વૃક્ષોના ટીડીએફ વેલવાડી પ્રોજેકટને સફળતા મળી રહી છે.

કડાણા તાલુકાનાં અમથાણી ગામના ખેડૂતોની આ યોજના અંગે પ્રોત્સાહક પ્રતિભાવ આપતાં દેવાભાઇ ડામોર જણાવે છે કે આ યોજના ઘણી સારી છે તેના લીધે તેમને ઓછી જમીનમાં શાકભાજીની રોજીંદી સારી આવક મળી રહી છે. કેન્દ્ર સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના સતત પ્રયાસોમાં રાષ્ટ્રીય બેંક નાબાર્ડનો વેલવાડી પ્રોજ્ક્ટ સારું પરિણામ આપી રહ્યો છે અને ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. નાબાર્ડ દ્વારા એન.જી.ઓ.તરીકે આશાદીપ ફાઉન્ડેશનએ આ કાર્ય મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં શરૂ કર્યું છે. એક એકર જમીન પર આ પ્રોજેક્ટ હેઠળ, નાબાર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા મોડલ મુજબ, આ પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોની ખેતી માટે જમીનનો ચોથો ભાગ ઉપયોગ થાય છે. વાંસ, સ્ટીલ વાયર, ખેત ઓજારો પાવડો, પંજેઠી,તગારું, કોદાળીની સાથે સાથે દુધી, ગલકા, કારેલાં અને ટિંડોળા જેવા વેલાવાળા શાકભાજી, હળદર, આદું, બીટ જમીન નીચે અને ભીંડી, રીંગણ, મરચાં વગેરે વાવવા માટે માર્ગદર્શન અને બિયારણ ઓર્ગેનિક ખાતર અને દવાઓ પૂરી પાડવામાં આવે છે. એકરના ત્રીજા ભાગની જમીનમાં ફળના વૃક્ષો આંબો (૨૪) દાડમ (૧૦), લીંબુ (૧૦), સરગવા (૧૦) સાગ (૫૦) પૂરા પાડવામાં આવે છે. સરહદ વાવેતર માટે ૫૦ પાતળા અને લાંબા વૃક્ષો અને ૧૦ જાડાઈ વાળા વૃક્ષો પણ પૂરા પાડવામાં આવે છે. સ્થાનિક બજારમાં ખેડૂતોને શાકભાજીના વેચાણ દ્વારા સારી આવક મળી રહી છે.તેઓ સિઝનમાં રોજીંદી ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની આવક મેળવી રહ્યા છે આ યોજનાનો લાભ મેળવી અન્ય ખેડૂતોને તેમાં જોડવા પ્રેરક બન્યા છે. સાથે સાથે નાબાર્ડની યોજના અંતર્ગત કલેક્શન સેન્ટર મેળવ્યું છે .ગત વર્ષે ટૂંકી જમીનમાં હળદરના પાકને સફળતા મળી હતી.

આ જ અમથાણી ગામના જયેશભાઈ કાનાભાઇ ડામોર જણાવે છે કે રોજે રોજ શાકભાજી વેચાણ ઉપરાંત ૩૫થી ૪૦ હજાર રૂપિયાની હળદરનું વેચાણ કર્યું હતું. મહીસાગર જિલ્લાના કડાણા જેવા અંતરિયાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ પ્રોજેકટનો લાભ મેળવી રહ્યા છે. નાબાર્ડ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સમયાંતરે શાકભાજી અને તેના માર્કેટિંગની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમના સુપરવાઇઝર દ્વારા વાડીઓની નિયમિત મુલાકાત લઈ નિરિક્ષણ કરે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો નાબાર્ડની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેથી આદિજાતિ ખેડૂતો માટે નાબાર્ડની આ ટીડીએફ વેલવાડી પ્રોજેકટ યોજના આશિર્વાદ સમાન પુરવાર થઇ છે. નાબાર્ડની યોજનાના કારણે આદિજાતિ ખેડૂતોનું જીવન ધોરણ બદલાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!