સાંસદ,જી.પંચાયત પ્રમુખ,કલેકટર અને એસટી વિભાગ બસ સ્ટેન્ડના નિમૉણના અવરોધો દુર કરે તેવી માંગ

સાંસદ,જી.પંચાયત પ્રમુખ,કલેકટર અને એસટી વિભાગ બસ સ્ટેન્ડના નિમૉણના અવરોધો દુર કરે તેવી માંગ
Spread the love

* નેત્રંગના ગેસ્ટહાઉસને આયુર્વેદીક દવાખાનામાં ખસેડીને ખાલી પડતી જગ્યા ઉપર બસ સ્ટેન્ડ બની શકે,

* એસટી વિભાગ જગ્યાના અભાવે બસ સ્ટેન્ડના નિમૉણની કામગીરી અટકી પડતા મુંઝવણભરી સ્થિતિમાં,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં વષૉ પહેલા ભરૂચ જી.પંચાયત હસ્તક આયુર્વેદિક દવાખાનાની શરૂઆત કરાઇ હતી,પરંતુ આયુર્વેદિક દવાખાનું બંધ થઇ ગયું હતું,અને મહિલા આઇટીઆઇની શરૂ કરવાની હોવાથી બંધ પડી રહેલા મકાનને તાત્કાલિક ધોરણે શૌચાલય,રંગરોગાન અને સમારકામ સહિત લાખો રૂપિયાનો ખચૉ કરીને દરેક પ્રકારની સુવિધાઓથી સજ્જ મકાન બનાવી મહિલા આઇટીઆઇની શરૂઆત કરાઇ હતી,થોડા સમય બાદ નવું મકાન તૈયાર થતાં આઈટીઆઈને ખસેડવામાં આવી હતી,ત્યારબાદ ફરીથી આયુર્વેદિક દવાખાનાના મકાનને બંધ કરી દેવામાં આવતા મકાન ફરી ખંડેર હાલતમાં બની ગઇ છે,અને કુતરા,બિલાડા અને રખડતા ઢોર રહે છે,અસમાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે,

જેમાં નેત્રંગ ચારરસ્તા ઉપર આવેલ જી.પંચાયત હસ્તકના ગેસ્ટહાઉસની જગ્યા બસ સ્ટેન્ડ બનાવવા માટે એસટી વિભાગના જવાબદાર લોકો સવૅ કરીને જગ્યા પસંદ પડી છે,પરંતુ ગેસ્ટહાઉસ કાયૅયત અને ભરૂચ જી.પંચાયતની હસ્તકની જગ્યા હોવાથી એસટી વિભાગના લોકો મુંઝવણની સ્થિતિમાં મુકાઇ ગયા છે,તેવા સંજોગોમાં વષૉથી બંધ પડેલા અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ આયુર્વેદીક દવાખાનાના મકાનમાં ગેસ્ટહાઉસ ખસેડવામાં આવે,ત્યારબાદ ખાલી પડતી જગ્યા ઉપર દિવ્યભવ્ય એસટી બસ સ્ટેન્ડ બનાવાથી મુસાફરોને સીધો ફાયદો થઇ શકે તેમ છે,આ બાબતે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા,જી.પંચાયતના પ્રમુખ,જીલ્લા કલેક્ટર અને એસટી વિભાગના જવાબદાર લોકો પોતાની ઇચ્છાશક્તિ બતાવીને દિવ્યભવ્ય બસ સ્ટેન્ડ બને તે માટે મુસાફરો અને ગરીબ પ્રજા માટે પ્રયત્નો કરે તેવી લોકમાંગ જણાઇ રહી છે.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Admin

Admin

9909969099
Right Click Disabled!