ભેસાણ તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા ફેસીટીલેટર તથા આશા માટે “આશા સંમેલન”

ભેસાણ તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા ફેસીટીલેટર તથા આશા માટે “આશા સંમેલન” યોજવામાં આવેલ. જેનુ ઉદ્દઘાટન શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ- મામલતદાર શ્રી ભેસાણના વરદહસ્તે કરવામાં આવેલ.આ સંમેલનમાં સમાજને આરોગ્યને લગતા સંદેશા આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા “ભ્રુણ હત્યા” મૃત્યુ પામેલ બાળકની માતાની વ્યથા “જેવા નાટકો તથા આરોગ્યના નિતી આયોગના 7+4 ઇન્ડીકેટર ની સમજ આપતો આરોગ્ય નો ગરબો વગેરે રજુ થયા હતા.તથા આશા ના નોલેજ મા વધારો કરવાના હેતુથી હાજર રહેલ.
હેલ્થના તજજ્ઞો દ્વારા વિવિધ પાસાઓને સ્પર્શતા મુદ્દાઓ પરના પોતાના પ્રતિભાવો/ વિચારો રજુ કર્યા હતા.જેમા મામલતદાર શ્રી એ જણાવ્યું કે આશા એ સમાજ તથા દેશના વિકાસ માટે ખુબ જરુરી પાયાના કાર્યકર જણાવેલ. જે સમાજમાં માતા તથા બાળ મરણ અટકાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેની કામગીરી ને મામલતદાર શ્રી એ બીરદાવી હતી. આ પ્રસંગે બોલતા ડો પુજા પ્રિયદર્શીની તાલુકા હેલ્થ ઓફિસર શ્રી – ભેસાણ એ જણાવ્યું હતું કે આશા એ ગામડાઓમાં છેક છેવાડે સુધી આરોગ્ય ની સેવાઓ, સંદેશાઓ પહોંચાડતી એક અગત્યની વ્યક્તિ છે.
વધુમા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ વિડીઓ કોનફરન્સ માં આશા સાથે કરેલ વાર્તાલાપ ના લાઇવ અંશો દેખાડી “આશા”ના ઉત્સાહમાં વધારો કર્યો હતો. હંમેશાં કંઈક નવું કરવાની નેમ રાખતા ડો.પુજા પ્રિયદર્શીની એ “સરગવા ” ના ફાયદા વિશે પ્રોજેકટર થી સ્લાઇડ શો દ્વારા વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને તેમાથી બનતી વિવિધ વાનગીઓ ની રેસીપી પણ બતાવી હતી જેમકે સરગવાના પાન / શીંગ માંથી બનાવેલ બિસ્કિટ,ચોકલેટ, આઇસ્ક્રીમ વગેરે..ત્યાર પછી નો દોર જુનાગઢ થી આવેલ એ.ડી.એમ.ઓ.શ્રી મહેતા સાહેબે સંભાળ્યો હતો અને વાહક જન્ય રોગો વિષે વિસ્તૃત માહિતી તથા હોમવિઝીટ,એન્ટીલાર્વલ કામગીરી ને સ્પર્શતા મુદ્દાઓ ની ચર્ચા કરી હતી.
ડો.સમા સાહેબ મેડીકલ ઓફિસર શ્રી રાણપુર દ્વારા સગર્ભા સ્ત્રીઓમાં લોહી ની ઉણપ વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર શ્રી નિરાલી નિમ્બાર્ક એ આશાએ એચ.બી.એન.સી.વિઝીટ મા ધ્યાનમાં રાખવા લાયક મુદ્દાઓ તથા નબળા બાળકોની સારવાર માટે ની સરકારશ્રી ની યોજના ” બાલસખા”-3 વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને આ યોજવાની માહિતી ગામડાઓમાં વસ્તા છેવાડાના માનવી સુધી પહોંચે અને આ યોજનાનો લાભ મળે અને આ રીતે આપણે બાળ મરણ અટકાવવાનું કાર્ય કરી શકીએ એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ ના અંતે આશાએ કાર્યક્રમ વિશે પોતાના અભિપ્રાયો આપ્યા હતા.એન્કરની ભુમિકા મીતલબેન વિઝુંડાએ નિભાવી હતી. અંતમા આભારવિધિ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી એચ.બી.નાગાણીએ એક કવિતા સંભળાવી કરી હતી તેણે કાર્યક્રમમા હાજર રહેલ તમામ અધિકારીઓ, કર્મચારીઓ, આશા બહેનો, આશા ફેસીટીલેટર બહેનોનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે .ડો.વૈશ્ર્નવ સાહેબ, ગોવિંદભાઇ રામ, સી.એમ.ટી.સી. સ્ટાફ, વિશ્ર્વા પરમાર, સુજીતભાઇ ભુવા તથા ભરતભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી.
ફોટોગ્રાફી : અર્બન લાઇફ સોલ્યુશન
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)