અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ LCB

પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી રાજયમાં દારૂબંધી નો સખ્ત અમલ કરાવવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં દારૂ વેચાણની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે . એન . ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ના પો.સ.ઇ વાય. જી. ગઢવીનાઓએ પોલીસ માણસોની અલગ – અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરેલ છે.
જે અનુસંધાને આજરોજ મળેલ બાતમી હકીકત આધારે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતો જયહિંદ સુકાભાઇ વસાવા ઉ વ ૨૦ રહે તળાવફળીયુ માંડવાગામ તા અંકલેશ્વર જી ભરૂચ નાઓએ માંડવા તળાવ ના કિનારે બાવળની ઝાડીમાં વેચાણ કરવા સારૂ એક અજાણ્યા ઇસમ જેનું પુરૂ નામ સરનામુ જણાયેલ નથી જેની પાસે મંગાવી સંતાડેલ જે ભારતીય બનાવટ ના વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૧૪૮ તથા બીયર ટીન નંગ ૨૪ મળી કુલ કી. રૂ. ૨૦૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય પકડાયેલ આરોપી જયહિંદ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૦, રહે. તળાવફળીયુ, માંડવા ગામ, તા. અંકલેશ્વર, જી. ભરૂચ તથા એક અજાણ્યા ઇસમ વિરૂધ્ધમા અંકલેશ્વર શહેર પો. સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ. વાય. જી. ગઢવી
અ. હે. કો ચંન્દ્રકાંતભાઇ
અ. હે. કો પરેશભાઇ
અ. હે. કો દીલીપભાઇ
અ. હે. કો અજયભાઇ
પો. કો. દિલીપભાઇ
વુઅ. હે. કો વર્ષાબહેન
એલ.સી.બી ભરૂચ