દાહોદ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

દાહોદ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી
Spread the love

દાહોદ,

દાહોદ જિલ્લામાં વ૩fશ્વ દિવ્યાંગ દિવસની આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલ દ્વારા સયુક્ત રીતે દિવ્યાંગોના અધિકારો – હકો અંગે જાગ્રૃત્તિ માટે એક રેલીનું આયોજન દાહોદ શહેરમાં કરવામાં આવ્યું હતું.

દાહોદના પ્રાંત અધિકારી શ્રી તેજશ પરમાર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલના શ્રી યુસુફી કાપડીયાએ લીલી ઝંડી બતાવી ઝાલોદ રોડ પરના રેલવે ઓવરબ્રિજ પરથી દિવ્યાંગ જાગ્રૃકતા રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઇને આ રેલી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલ, મડાંવ રોડ ખાતે રેલીનું  સમાપન કરવામાં આવ્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી. ખાંટાએ દિવ્યાંગોને સહાય ચેકનું વિતરણ પણ પ્રાંત અધિકારીશ્રીના હસ્તે કરાવ્યું હતું.

સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓને પડતી મૂશ્કેલીઓ, તેમને કરવો પડતો અસાધારણ જીવન સંધર્ષ વિશે લોકોમાં જાગ્રૃકતા આવે અને દિવ્યાંગ વ્યક્તિઓના ગૌરવ, અધિકારો અને સમાનતા માટે વિશ્વભરમાં આજના દિવસને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ દિવસની ઉજવણી વિવિધ પ્રકારે કરવામાં આવી રહી છે. દાહોદ શહેરમાં યોજાયેલી રેલીમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતીલાલ તાવિયાડ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલના સ્વયંસેવકો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!