દાંતા તાલુકા માં હડાદ ગામ ખાતે એડવોકેટ ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું

ગામ કે જે અંતરિયાળ વિસ્તાર છે ત્યારે આ ગામ માં એક પણ એડવોકેટ ઓફિસ નથી આ ગામના કોઈ વેક્તી ને સોગંદ નામુ કે વકીલાત ને લગતું કઈ પણ કામ કરાવવું હોય તો અહી થી દાંતા જવું પડતું હતું ત્યારે દાંતા અને અંબાજી નાં જાણીતા વકીલ કે જે અંબાજી અને દાંતા ગામ માં વકીલ તરીકે સારી નામના ધરાવતા એવા વકીલ શ્રી વિકાસ જે અગ્રવાલ એમ.કોમ.એલ ,એલ,બી (એડવોકેટ) એ હડાદ ગામ માં એડવોકેટ ઓફિસ આજ થી શરૂ કરવા માં આવી હતી.
આજ રોજ તારીખ:- 07/12/2019 નાં રોજ ઓફિસ નું ઓપનિંગ કરવા માં આવ્યું હતું આજ રોજ હડાદ ગામ માં એડવોકેટ ઓફિસ નાં ઓપનિંગ માં દાંતા કોર્ટ નાં એડવોકેટ બાર કાઉન્સિલ એસોસિયશનના પ્રમુખ શ્રી કુલદીપસિંહ પરમાર એડવોકેટ શ્રી. કનક દાન ગઢવી, એડવોકેટ શ્રી પી.એ. પઢિયાર એડવોકેટ શ્રી વિક્રમ ભાઈ , વગેરે એડવોકેટ સહિત હડાદ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ ઓફિસ નું હડાદ ગામમાં ઓપનિંગ કરતાની સાથેજ હડાદ ગામ ની જનતા માં ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી.
અમિત પટેલ (અંબાજી)