મેધરજ મામલતદાર દ્વાર રાજગોળ નવાઘરા ગ્રામ પંચાયતની મુલાકાત કાર્યક્રમ

- વિધવા સહાયના 3 હુકમો તાત્કાલિક મામલતદાર હસ્તે અપાયા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક ગામડાંઓની ભૈગોલિક પરીસ્થિતી અને ગામડાંઓના પડતલ પ્રશ્નો નુ હકારાત્મક નિરાકરણ થાય તે માટે મેઘરજ મામલતદાર શ્રી એસ.જી પરમાર ના અધયક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવે છે તેના ભાગ રૂપે રાજગોળ નવાઘરા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત કાર્યક્રમ યોજાયો જેમાં ગ્રામજનો દ્વાર જાહેર કામોની રજૂઆત કરવામાં આવી હતી. ચિથરીયા મહાદેવ થી ધોળાપાણા જતા રસ્તાથી રાજગોળ પ્રાથમિક શાળા નં 2 ને જોડતો રસ્તો ખુબ જરૂરી છે.તે વહેલી તકે બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
- રાજગોળ પ્રાથમિક શાળા નં 1.માં કંપાઉન્ડ દિવાલ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે.
- રાજગોળ પીક અપ સ્ટેશન થી નવાઘરા પ્રાથમિક શાળા નં 2 ને જોડતો રસ્તો મંજુર કરવો
- રાજગોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નુ મકાન મંજુર કરવું.
- ઝરડા પ્રાથમિક શાળા જોડે પાકા ડામર રોડથી ધાંધિયા જતા પાકા ડામર રોડ ને જોડતો રસ્તો મંજુર કરવો.
- ચિથરીયા મહાદેવ થી નવાઘરા પ્રાથમિક જોડતો રસ્તો મંજુર કરવો.
- રાજગોળ સ્ટેશન થી રાજગોળ પ્રા થમિક શાળા નં ર ને જોડતો રસ્તો મંજુર કરવો.
- રાજગોળ નવાઘરા ગામે સરકારી જમીન મા સબ સેન્ટર બનાવવું
- રાજગોળ ગામે નવી વસાહત ખાતે સ્મશાન સેડ
- રાજગોળ અને નવાઘરા વિસ્તાર માં જાહેર શૈશાલય બનાવવા વગેરે વિવિધ જાહેર પ્રેશ્રો વિશે ચચાઁ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેધરજ તાલુકા પંચાયત સદસય નરેશ ડામોર રાજગોળ નવાઘરા ગ્રાપંચાયત સરપંચ શ્રીમતિ દક્ષાબેન નરેન્દ્રભાઈ ભગોરા કુણોલ રેવન્ય તલાટી બાબુલાલ આંબલિયા.પંચાયત તલાટી મંત્રી શૈલેષ પ્રજાપતિ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : રાકેશ ઓડ (અરવલ્લી)