ઓલપાડ તાલુકાનું બલકસગામનું ગૌરવ વધારતો યશરાજ ઠાકોર

ઓલપાડ તાલુકાનું બલકસગામનું ગૌરવ વધારતો યશરાજ ઠાકોર
Spread the love
  • Vibrant gujarat startup and technology summit 2019(Innovation) માં હેલ્થ વિભાગમાં ઓલપાડ તાલુકાના મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહનો પુત્ર પ્રથમ ક્રમે  યશરાજ મહેન્દ્રસિંહ ઠાકોર… ખૂબ ખૂબ અભિનંદન… સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાયેલી સમિટમાં પ્રથમ આવી ગુજરાત સરકાર તરફથી બે લાખ રૂપિયાનું ઇનામ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે સન્નમાન.. (દિવ્યાંગ વ્યક્તિઓ માટે જરુરી સાધનોનું નિર્માણ)
  • Vibrant gujarat startup and technology summit 2019(Innovation) માં હેલ્થ વિભાગમાં બલકસગામના   યશરાજ મહેન્દ્રસિંહ ઠાકોર  પ્રથમક્રમે અમદાવાદ સાયન્સ સીટી ખાતે વાયબ્રન્ટ સ્ટાર્ટ અપ અને  ટેક્નોલોજી સમિતિમાં  હેલ્થટેક વિભાગમાં તેમની પ્રોડકટ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે પસંદગી
  • સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાયેલી સમિટ માં પ્રથમ આવી ગુજરાત સરકાર તરફથી બે લાખ રૂપિયા નું ઇનામ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે સન્નમાન.

ઓલપાડ તાલુકાના બલકસ ગામના વતની મહેન્દ્રસિંહ રણજીતસિંહ ઠાકોર  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બલકસ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની સેવા બજાવે છે.  તેમના પુત્ર યશરાજ મહેન્દ્રસિંહ ઠાકોરે બી.ટેક. મેકેનીકલનો અભ્યાસ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ  યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ડિસ્ટ્રીકસન સાથે પૂર્ણ કર્યો.

નોકરીની ઈચ્છા ન રાખતા પોતે કંઈક કરવું છે તેવા આશય સાથે સમાજ ને કંઈક  ઉપયોગી થાય તે હેતુથી પોતે exomech Pvt Ltd.  કંપનીની સ્થાપના કરી. કંઈક નવું જ કરવાના આશય સાથે જે વ્યક્તિના હાથ, હાથના પંજા ન હોય તેને કંઈ રીતે ઉપયોગી થઈ શકાય તે માટે પ્રથમ આધુનિક ટેકનોલોજીથી બનાવેલ કુત્રિમ ઉપકરણ જે વજનમાં હલકા  અને કામ કરે એવા અને વિકલાંગતાની ઉણપ અનુકૂળ હાથ, હાથના પંજા બનાવી જરૂરતમંદ વ્યક્તિને વિનામૂલ્યે આપ્યા. ત્યારબાદ સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપમા તેમની પસંદગી થતા ધોલેરા મુકામે 1 મહિનાની સરકાર તરફથી ટ્રેનિંગ લીધી.

હાલમાં જ અમદાવાદ સાયન્સ સીટી ખાતે તા. 12, 13,14 ના રોજ વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટમાં હેલ્થટેક વિભાગમાં તેમની પસંદગી થતા તેમણે ભાગ લેતા તેમની પ્રોડક્ટની ગુજરાત રાજ્ય ખાતે હેલ્થટેક વિભાગમાં પ્રથમ નંબરે પસંદગી થઈ છે. જેમને માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ટ્રોફી તેમજ રૂ. 2 લાખનો ચેક પુરસ્કારરૂપે આપવામાં આવ્યો હતો. આ કાર્યમાં તેમના મિત્ર રાજરંગાનીનો પણ સહયોગ રહેલ છે. વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી 2019મા હેલ્થટેક વિભાગમાં પ્રથમ  આવી  તેમના પરિવાર સહિત ગામ તેમજ સમગ્ર તાલુકાનું નામ રોશન કર્યું છે. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!