કડીમાં સાઈડલેવા બાબતે રિક્ષાચાલક અને ગાડી ચાલક વચ્ચે થઈ મારામારી

કડી છત્રાલ હાઇવે ઉપર સાઈડલેવા જેવી બાબતમાં ગાડી અને રીક્ષા વચ્ચે નાની ટક્કર થયી હતી જેમાં રીક્ષા ચાલકે તેના સાગરીતોને બોલાવી ગાડી ચાલકને નુકસાનીના પૈસા આપી દે નહોતો જેમતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીનો આગળ નો કાચ તોડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. કડીના વતની અને અત્યારે હાલ અમદાવાદ ખાતે રહેતા તથા ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા ધવલ મનુભાઈ પટેલે કડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીનું કોઈ સબંધી કડી ખાતે મૃત્યુ પામેલ હોવાથી અંતિમક્રિયામાં હાજરી આપીને અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે કડી છત્રાલ હાઇવે ઉપર ચર્મકુંડ પાસે રોંગ સાઈડમાં આવેલી રિક્ષાએ સાઈડ લેવા જેવી બાબતમાં આગળથી ટક્કર મારી હતી.ટક્કર માર્યા બાદ રીક્ષા ચાલકે પોતાના બે સાગરીતોને બોલાવી નુકસાની ના પૈસા માંગ્યા હતા જે ફરિયાદીએના આપતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરીયાદીની સાથે રહેલ તેમની પત્નીને લોખંડ ની પાઇપ તથા લાકડી થી માર માર્યો હતો આ ઉપરાંત ગાડીના આગળ ના ભાગે લાકડી થી આરોપીઓએ કાચ તોડી નાખ્યો હતો. ધવલ મનુભાઈ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં રીક્ષા નંબર GJ 38 w 4097 ના ચાલક તથા તેના બે સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.