કડી તાલુકાના એક આધેડની અમેરિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી

અમેરીકા ના જ્યોર્જીયા ખાતે સ્ટોર ઉપર નોકરી કરતા કડી તાલુકાના ભટાસણ ગામના આધેડ ની અજાણ્યા લૂંટારુઓએ લૂંટ ના ઇરાદે હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા થોડા સમય થી અમેરિકામાં રહેવાવાળા ગુજરાતીઓ ઉપર કાળ ભમી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં અમેરિકામાં ઘણા ગુજરાતીઓ ઉપર હિંસક હુમલા થયા છે જેમાં ઘણા ગુજરાતીઓએ જાન ગુમાવ્યા છે. અમેરીકામાં વધુ એક ગુજરાતી ની હત્યા થવાની ઘટના થી વિદેશ રહેતા ગુજરાતીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે.
લૂંટ ના ઇરાદે થયેલી હત્યામાં ભટાસણ ગામના વતનીને જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં સ્ટોર્સ ઉપર નોકરી કરતા આધેડ ઉપર રવિવાર ના રોજ બપોરે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જ્યોર્જીયા શહેરમાં છેલ્લા થોડા સમયમાં આ ચોથો હત્યાકાંડ છે જેની પોલીસ તપાસ કરી રહી છે.ભટાસણ ગામના એક યુવાનની થોડા સમય પહેલા પણ અમેરિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.ગામ માટે થોડા સમયમાં વધુ એક હત્યાની ઘટના આઘાતજનક છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ભટાસણ ગામના વતની નવનીતભાઈ મણીભાઈ પટેલ ઉંમર.આશરે 48 વર્ષ ની લૂંટ ના ઇરાદે હત્યા કરવામાં આવી છે.
જેઓ અમેરિકામાં છેલ્લા બાર વર્ષ જેટલા લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા.તેઓ અમેરીકામાં તેમની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા.હત્યાની ઘટનામાં હજુ સુધી પોલીસ ને કોઈ કળી હાથ લાગી નથી પરંતુ પોલીસ શખ્સને પકડી પાડવા સજ્જ થયી ગયી છે.બીજી તરફ આ જ શહેરમાં થોડા સમયમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે જે પોલીસ માટે શરમજનક બાબત કહી શકાય તેમ છે. અમેરિકાના જ્યોર્જીયા ખાતે બનેલ ઘટનામાં આરોપીઓએ લૂંટ કરવાના હેતુથી આધેડની ગોળી મારી હતી જેમાં આધેડને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.આરોપી લૂંટ ના ઘટનાસ્થળે થી રોકડ રકમ લઈ ફરાર થયી ગયો હતો.આ ઘટના બની ત્યારે સ્ટોરમાં ગ્રાહકો અને અન્ય એક કર્મચારી પણ હાજર હતો પરંતુ અન્ય કોઈને ઇજા પહોંચી નથી.